1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા
થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા

થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા

0
Social Share

થરાદ, 28 ડિસેમ્બર 2025: The dilapidated condition of the National Highway in Thara  જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને સર્વિસ રોડની બિસ્માર હાલત તેમજ થરામાં ગટર અને લાઈટની વિકટ સમસ્યાઓ સામે અનેક રજુઆત બાદ કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓને કારણે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેના પગલે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના નેતૃત્વમાં વેપારીઓ અને નાગરિકોએ ભલગામ ટોલ પ્લાઝા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

થરામાં બિસ્માર નેશનલ હાઈવે, સર્વિસ રોડની બિસ્માર હાલત તેમજ ગટર અને વીજળીની સમસ્યા સામે સ્થાનિક નાગરિકોએ રજુઆત કરવા છતાંયે કોઈ પગલા ન લેવાતા લોકોએ એકઠા થઈને ભારે વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ રોડ નહીં તો ટોલ નહીં’ અને ‘જનતાને લૂંટવાનું બંધ કરો’ જેવા સૂત્રોચ્ચારો સાથે નેશનલ હાઈવે ઓથોરિટી સામે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ દરમિયાન હાઈવે જામ કરવાનો પ્રયાસ થતા પોલીસે ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. ધારાસભ્યએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક નિવારણ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનશે. આ અંગે ટોલ પ્લાઝા મેનેજર પવન શર્માએ જણાવ્યું કે, સેવામાં ખામી બદલ જૂના કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરી હવે નવી કંપનીને  કામ સોંપાયું છે. જાન્યુઆરીના અંત સુધીમાં સર્વિસ રોડ અને લાઈટની કામગીરી શરૂ થશે, જ્યારે ગટરનું કામ દિવાળી પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી છે

કાંકરેજ વિધાનસભાની જનતાની સમસ્યાઓનું સમયસર નિવારણ કરવામાં આવે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. થરા શહેરના બંને સર્વિસ રોડ નવીન બનાવી ગટર લાઈનના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે. કાંકરેજ વિધાનસભાના બંને ટોલટેક્ષ પર સ્થાનિક લોકોને માટે ટોલ ફ્રી સુવિધા અથવા અલગ સર્વિસ રોડ આપવામાં આવે. નેશનલ હાઈવેના બ્રિજ પર પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. ભલગામ ટોલટેક્ષ સંચાલક કંપની અંગે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code