
- કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે
- સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે
- જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી.
અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે સંજય ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, સુપ્રીમ કોર્ટે સંજય ભટ્ટની અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સંજીવ ભટ્ટ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન કે સજા સસ્પેન્શન માટેની અરજીમાં કોઈ ‘દમ’ નથી. ચુકાદો સંભળાવતા જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું ,કે અમે સંજીવ ભટ્ટને જામીન આપવા તૈયાર નથી. જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. આનાથી અપીલની સુનાવણી પર કોઈ અસર થશે નહીં. અપીલની સુનાવણી ઝડપી બનાવવામાં આવશે.
સંજીવ ભટ્ટની સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ભટ્ટે 2024માં ગુજરાત હાઈકોર્ટના 9 જાન્યુઆરી, 2024ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ ભટ્ટ અને સહ-આરોપી પ્રવિણસિંહ ઝાલાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલને પણ ફગાવી દીધી હતી. જેમાં પાંચ અન્ય આરોપીઓની સજા વધારવાની માંગ કરવામાં આવી હતી, જેમને હત્યાના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ IPCની કલમ 323 અને 506 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ કેસની વિગતો એવી હતી કે, 30 ઓક્ટોબર, 1990ના રોજ, જામજોધપુર શહેરમાં થયેલા કોમી રમખાણો બાદ તત્કાલીન અધિક પોલીસ અધિક્ષક સંજીવ ભટ્ટે લગભગ 150 લોકોની અટકાયત કરી હતી. આ ઘટના ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ રોકવા માટે ‘બંધ’ દરમિયાન બની હતી. અટકાયત કરાયેલા વ્યક્તિઓમાંથી એક, પ્રભુદાસ વૈષ્ણાની, છૂટ્યા પછી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. વૈષ્ણવીના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે, ભટ્ટ અને છ અન્ય પોલીસ અધિકારીઓએ કસ્ટડી દરમિયાન તેણીને માર માર્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. (File photo)