1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં નજીવી વાતે ટેક્સી ચાલક પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો
રાજકોટમાં નજીવી વાતે ટેક્સી ચાલક પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો

રાજકોટમાં નજીવી વાતે ટેક્સી ચાલક પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો

0
Social Share
  • કૂવાડવામાં સીએનજી પંપ પર કાર આડી ઊભી રાખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી
  • ટેક્સીકાર ચાલકનો 6 શખસોએ પીછો કરીને રસ્તામાં આંતરીને છરી-ધોકાવડે હુમલો કરાયો
  • એરપોર્ટ પોલીસે ગુનોં નોંધીને શખસોને પકડવા તજવીજ હાથ ધરી

રાજકોટઃ શહેરમાં ગુંડાગીરી વધતા જાય છે, સામાન્ય વાતમાં પણ મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે નજીવી બાબતે એક ટેક્સીચાલકને ધોકા-પાઈપથી ઢોર માર મારીને જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો છે. કૂવાડવા નજીક એક સીએનજી પંપ વાહનો ગેસ ભરાવવા માટે લાઈનમાં હતા ત્યારે એક કારચાલકે આગળ આવીને પોતાનુ વાહન ઊભુ રાખી દેતા પાછળ રહેલા ટેક્સીચાલકે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ટેક્સીચાલક ત્યાંથી એરપોર્ટ જતા પાછળ કાર લઈને આવેલા શખસોએ રસ્તામાં ટેક્સીચાલકને ઊભો રખાવીને ધોકા-પાઈપથી ઢોર મારમારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા એરપોર્ટ પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સામાન્ય બાબતોમાં ઝઘડો કરી ધોકા પાઇપ વડે મારામારીના બનાવો સતત બનતા રહે છે. આવી જ વધુ એક ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તરમાં CNG પંપ પર ગાડી આડી ઉભી રાખવા બાબતે માથાકૂટ થઈ હતી. એનો ખાર રાખી ટેક્સી ડ્રાઇવર અને તેના મિત્રો ઉપર પિતા-પુત્ર સહિત 5થી 6 લોકોએ ધોકા પાઇપ વડે માર મારી ગાડીમાં તોડફોડ કરી હતી. આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ ફિલ્મની શૂટિંગના મારામારીના કાલ્પનિક દ્રશ્યો હોય તેવા સાચા દ્રશ્યો જોવા મળે છે. હાલ એરપોર્ટ પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે પિતા-પુત્ર સહિતના શખસોની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવમાં ફરિયાદી કિશન લાલદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેકસી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવું છું. હું મારી સ્વીફટ ડીઝાયર કાર લઇને કુવાડવા ગામ પાસે CNG પંપ ખાતે ગેસ પુરાવવા માટે ગયો ત્યારે મયુર બોસરીયા ત્યા આવ્યો હતો અને મારી કાર આડી તેની કાર ઉભી રાખતા અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ હું ત્યાથી નીકળી ગયો હતો અને કુવાડવા જીજે.03 હોટલ પાસે પહોંચ્યો ત્યારે આ મયુર તથા તેના પિતા રેવાભાઈ બોસરીયા ત્યા આવી મારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા જે અંગે મેં કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  ત્યારબાદ મિત્રો સાથે સ્વીફટ ડીઝાયર કાર લઈ એરપોર્ટ ત્રણ રસ્તાથી રાજકોટ બાજુ જતા હતા. ત્યારે પાછળથી બે સ્વીફટ કાર કાળા કાચવાળી પાછળ આવી અને અમારી કારને સાઇડમાં દબાવવા લાગ્યા હતા. અજય ડ્રાઇવીંગ કરતો હતો તેને પોતાની કાર બેટી નદીનો પુલ ચડતા જલારામ હોટલ પાસે ઉભી રાખી તો પાછળ આવતી સ્વીફટ કારમાંથી મયુર બોસરીયા તથા રેવાભાઈ ધનાભાઇ બોસરીયા અને તેની સાથેના અજાણ્યા પાંચ-છ લોકો ધોકા સાથે નીચે ઉતરી જેમ ફાવે તેમ ગાળો બોલી મારા મિત્ર જયેશને મયુર તથા રેવાભાઈ તેમજ સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હાલ સમગ્ર મામલે યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એરપોર્ટ પોલીસે BNSની કલમ 189(2), 191(2), 191(3), 190, 351(3), 352, 115(2), 118(1), 117(2), તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code