1. Home
  2. ગુજરાતી
  3. એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો
એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો

0
Social Share

આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક નવો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાને વિશ્વનો સૌથી અમીર માણસ ગણાવ્યો છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે તે એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ જેવા કરોડપતિઓથી પણ વધુ સંપત્તિ ધરાવે છે.

ઓડિયોમાં મસૂદએ જણાવ્યું હતું કે, “મેં જિહાદ માટે જે માંગ્યું તે મળ્યું. હથિયારો ખરીદવા માટે અમારી પાસે પૈસાની કોઈ કમી નથી. જિહાદ માટે અમારે પાસે ખુબ નાણાં છે.” તેના આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે જૈશ-એ-મોહમ્મદ વિદેશી ફંડિંગ અને ગેરકાયદે નેટવર્ક્સ દ્વારા સતત મજબૂત થવાનો પ્રયાસ કરી રહ્યું છે.

10 નવેમ્બરનાં દિલ્હીના લાલ કિલ્લાની પાસે થયેલા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આત્મઘાતી હુમલાખોર ડૉ. ઉમર મહમ્મદનું નામ સામે આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, ઉમર મહમ્મદ અને મુજમ્મિલ શાકિલ હુમલા પહેલા તુર્કી તરકી ગયા હતા. બંનેએ ત્યાં જૈશના હેન્ડલર સાથે મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનમાં બેઠેલો એક જૈશ કમાન્ડર તેમને સીધો ઓપરેટ કરી રહ્યો હતો

આ ઓડિયો પહેલા જૈશના આતંકી મુફ્તિ અબ્દુલ રઊફ અસગરનો ઓડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે કહે છે કે, “જિહાદમાં જિંદગી છે, જિહાદથી ઇજ્જત મળે છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code