1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાલ વાટિકા અને ધોરણ 1 અને 2ના બાળકોમાં વાંચન-લેખન ક્ષમતાની ચકાસણી
બાલ વાટિકા અને ધોરણ 1 અને 2ના બાળકોમાં વાંચન-લેખન ક્ષમતાની ચકાસણી

બાલ વાટિકા અને ધોરણ 1 અને 2ના બાળકોમાં વાંચન-લેખન ક્ષમતાની ચકાસણી

0
Social Share
  • ગુજરાતભરમાં 6000 સરકારી શાળાઓમાં શિક્ષણ ઓડિટ
  • એક સપ્તાહમાં 6.60 લાખ બાળકોમાં લેખન-વાંચનની ક્ષમતાની ચકાસણી કરાઈ
  • સરકારને રિપોર્ટ અપાયા બાદ ખામીઓ હશે તો સુધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી શાળાઓમાં ભણતા ઘણા બાળકોને લખતા-વાંચતા પણ આવડતું હોતું નથી. ત્યારે શિક્ષકો બાળકોને કેવું ભણાવે છે, અને બાળવાટિકા અને ધોરણ 1 અને 2ની બાળકોને વાંચન-લેખનની ક્ષમતાની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં 6000 સ્કૂલોના 6.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ક્ષમતાની ચકાસણી થઈ છે. અને 24મી માર્ચ સુધીમાં રાજ્યની 28 હજાર સ્કૂલોના 11.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ચકાસણી કરાશે

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે રાજ્યની ‌ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોના બાલ વાટિકા, ધો.1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાંચન – લેખન – ગણતરીની ક્ષમતાની ચકાસણી પ્રક્રિયાનો ગત ત્રીજી માર્ચથી પ્રારંભ કર્યો છે. જેમાં ત્રીજી માર્ચથી 11મી માર્ચ કુલ આઠ દિવસોમાં 6000 સ્કૂલોના 6.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ક્ષમતાની ચકાસણી થઈ છે. આગામી 24મી માર્ચ સુધીમાં રાજ્યની 28 હજાર સ્કૂલોના 11.50 લાખ વિદ્યાર્થીઓની વાચન-લેખન-ગણતરીની ચકાસણી કરાશે. આ ચકાસણી બાદ 31મી માર્ચ સુધીમાં ડેટા એન્ટ્રી કરાશે.

રાજ્યના 33 જિલ્લાની પ્રાથમિક વિભાગની 34 હજાર સ્કૂલોમાં ભણતા 18 લાખ વિદ્યાર્થીઓ માટે એનઈપી-2020 અને નિપુણ ભારત અભિયાનના અનુસંધાને અમદાવાદ સહિત રાજ્યની બાલ વાટિકા, ધોરણ- એક અને ધોરણ- 2ના વિદ્યાર્થીઓ માટે વાચન,લેખન, ગણનની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેનો રિપાર્ટ સરકારને સોંપવામાં આવશે. સર્વેક્ષણ – ચકાસણીમાં વિદ્યાર્થીઓની ખામીઓને અલગ તારવાશે. તે વિદ્યાર્થીની ખામીઓની ચકાસણી કરીને તેને લગતી દરેક સ્કૂલ પોતાના વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરશે. જેના આધારે જે બાળકો વાચન-લેખન અને ગણનામાં નબળા હશે તેને અલગ તારવીને તેમને ઉપચારાત્મક શિક્ષણ અપાશે. મે મહીનાના વેકેશન પહેલા શિક્ષકો વિદ્યાર્થીઓને તાલીમ આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code