1. Home
  2. ગુજરાતી
  3. નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

0
Social Share

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ-NC ના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગઈકાલે શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા અને તેમને આ સંબંધમાં એક પત્ર આપ્યો હતો.

‘આ અવસરે અબ્દુલ્લાએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય સ્વતંત્ર સભ્યો સહિતના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં દસ વર્ષના લાંબા સમય બાદ રેકોર્ડ મતદાન થયું હતું.

ઉપરાજ્યપાલને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી અબ્દુલ્લાએ કહ્યું કે તેમણે સિંહાને શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવા વિનંતી કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code