
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે શ્રેણીબધ્ધ બેઠકો યોજી
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અધિકારીઓની બદલી અંગેનો અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરાયો નથી એ અંગે સંબંધિતો પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 31મી જુલાઇએ ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભે અધિકારીઓની ચોક્કસ નિયમના આધારે બદલીના નિર્દેશ આપતો પત્ર પાઠવ્યો હતો, મહારાષ્ટ્રના અગ્રસચિવને આ નિર્દેશનું અનુપાલન થયું હોવાનો અહેવાલ 25મી સપ્ટેંબર સુધીમાં રજૂ કરવાનો પણ નિર્દેશ અપાયો હતો.
tags:
A delegation from the Election Commission A series of meetings were held Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Maharashtra Legislative Assembly Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news With regard to elections