1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નસવાડીના ડુંગરાળ જંગલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો
નસવાડીના ડુંગરાળ જંગલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

નસવાડીના ડુંગરાળ જંગલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

0
Social Share

છોટાઉદેપુર, 29 માર્ચ 2026: A fierce fire broke out in the hilly forest  જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં શુક્રવારની રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ સ્થળોએ લાગેલી આગને કારણે વન સંપદાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ ‘જનરેટર એર ગન’ સાથે સ્થળ પર પહોચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ બનાવની વિગત એવી છે કે, નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે આગની જ્વાળાઓ દેખાતા જ કુકરદા ગામના 20થી વધુ યુવાનો અને ગ્રામજનો તાત્કાલિક ડુંગરા તરફ દોડી ગયા હતા.તેમજ આ ઘટનાની જાણ નસવાડી વન વિભાગને કરવામાં આવતા કાફલો ‘જનરેટર એર ગન’ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. રાત્રિના ૩ વાગ્યાથી વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કલાકો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. નસવાડીના ડુંગરાળ વિસ્તારોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક નશાખોર અને તોફાની તત્વો જાણી જોઈને જંગલમાં આગ લગાવતા હોય છે, જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. વન વિભાગ આવા તત્વોને શોધીને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

નસવાડી તાલુકામાં અનેક ગામોમાં વન મંડળીઓ જંગલ અને વૃક્ષોની રક્ષા કરી રહી છે. પરંતુ આગ જેવી કટોકટી સમયે આ મંડળીઓ પાસે પૂરતા સાધનો હોતા નથી. જો જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થાનિક વન મંડળીઓને પણ જનરેટર એર ગન કે ફાયર ફાઇટિંગના સાધનો પૂરા પાડવામાં આવે, તો આગની ઘટના બને ત્યારે વન વિભાગની રાહ જોયા વગર જ સ્થાનિક સ્તરે ઝડપથી આગ ઓલવી શકાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code