1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલે યોજાશે
ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલે યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલે યોજાશે

0
Social Share
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦૦થી વધુ એ.ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે,
  • કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા હતા
  • ભાજપ સરકારે ગુજરાતનું દેવું વધીને વર્ષ ૪,૪૩,૭૫૩.૩ કરોડે પહોંચાડ્યુ છેઃ ગોહિલ

અમદાવાદઃ પુ.મહત્મા ગાંધી સરદાર સાહેબનાં પાવન ધારા ગુજરાત પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધિવેશન માટે યજમાન બનવા માટે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદમાં ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલ,2025ના રોજ યોજાશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે,

તેમણે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા હતા. જેમાં વર્ષ 1938માં 51મું અધિવેશન બારડોલીના હરીપુરા ખાતે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલની દેખરેખ હેઠળ યોજાયું હતું જેમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા. હરીપુરા અધિવેશનમાં પ્લાનીગ કમીશનની વિભાવના સુભાષચંદ્ર બોઝ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેને પ્રથમ વડાપ્રધાન પં.જવાહરલાલ નહેરુએ લાગુ કર્યું હતું.હરીપુરા અધિવેશનમાં જાણીતા ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા સાત ચિત્રો રજુ કરવામાં આવ્યા હતા જે ચિત્રોની કૃતિને દિલ્હી ખાતેના કોંગ્રેસ પક્ષના નવીન રાષ્ટ્રીય કાર્યલયમાં ઇન્દિરા ભવનમાં રજુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષનું ગુજરાત ખાતે વર્ષ 1961માં 66મુ કોંગ્રેસ પક્ષનું અધિવેશન ભાવનગર ખાતે નીલમ સંજીવા રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયું હતું. ભાવનગરના અધિવેશનમાં પં.જવાહરલાલ નહેરૂ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા વર્ષ 1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલિન વડાપ્રધાન પં.જવાહરલાલ નહેરૂ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંઘ, શ્રવણસિંગ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. સાંપ્રત સમયમાં જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે.

શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હંમેશાથી સત્ય અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત રાજ્યનું કુલ દેવું 3,70000 કરોડ જેટલું છે તેમ દર્શાવામાં આવ્યું છે. પરતું લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા જવાબમાં ગુજરાત રાજ્ય પર 4,43,753,3 કરોડ જેટલું દેવું દર્શાવવમાં આવ્યું છે. લોકસભામાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજુ કરવામાં આવેલ રીપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સ: એ સ્ટડી ઓફ બજેટ ઓફ 2023-24 ’ અંતર્ગત આપવામાં આવેલા વિગતો દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. વર્ષ 2007માં રાજ્ય પર 90.955.7 કરોડ દેવું હતું જે અધધ વધીને વર્ષ 4,43,753,3  કરોડ અને વર્ષ 2025માં 4,94,435,9 કરોડ થઇ જશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટના કરતા પણ વધુ છે. પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી. જયારે ભાજપ સરકારએ કરોડો રૂપિયા દેવું કરીને પણ ગુજરાતના નાગરીકોને 500 રૂપિયે ગેસનો બાટલો નથી મળતો, મહિલાઓને મફત બસ પ્રવાસ આપવામાં નથી આવતો. આ જ દર્શાવે છે કે ભાજપ સરકારએ માનીતા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code