
ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ બનાવનાર આ 3 ખેલાડીઓ અંગત જીવનને કારણે રહ્યાં ચર્ચામાં
ક્રિકેટરો ફક્ત મેદાન પર બનાવેલા રેકોર્ડ્સ માટે જ નહીં, પરંતુ તેમના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ક્રિકેટના મેદાનમાં પોતાની રમતથી જાણીતા બનેલા 3 ક્રિકેટરો તેમના લગ્ન જીવનને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે.
સ્વર્ગસ્થ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન તેમના ક્રિકેટ કૌશલ્ય તેમજ મેદાનની બહારના વિવાદો માટે પ્રખ્યાત હતા. વોર્નની તેની પત્ની સિમોન કેલાઘન પ્રત્યેની બેવફાઈ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી. ઘણી વખત તેની સાથે છેતરપિંડી કર્યા પછી, વોર્ન 2005 માં તેનાથી અલગ થઈ ગયો હતો. વોર્ને પાછળથી પોતાની ભૂલો સ્વીકારી અને એમેઝોન પ્રાઇમ ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો કે તેના કરતુતોને કારણે તેના પરિવારે તેને છોડી દીધો તે પછીના દુઃખનો સામનો કરવા માટે તેણે દારૂનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક મોટાભાગે પોતાના લગ્ન જીવનને લઈને હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમના બીજા લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે થયા હતા. બંનેને એક દીકરો છે પણ તે સાનિયાથી અલગ થઈ ગયો છે. એવું કહેવાય છે કે સાનિયા મિર્ઝાથી અલગ થયા પહેલા પણ તે 3 વર્ષ સુધી સના જાવેદના સંપર્કમાં હતો, જે તેની ત્રીજી પત્ની બની.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન વિવાદમાં રહી ચુક્યો છે. જ્યારે અફવા ફેલાઈ કે તેમણે તેમની ભૂતપૂર્વ પત્ની, અભિનેત્રી સંગીતા બિજલાણી સાથે છેતરપિંડી કરી છે. બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સાથેના તેમના કથિત સંબંધોના સમાચાર સામે આવ્યા ત્યારે આ અટકળો વધુ તીવ્ર બની હતી. જો કે, બંનેએ આ અફવાઓને નકારી કાઢી હતી. મોહમ્મદ અઝહરુદ્દીને પહેલા લગ્ન ૧૯૮૭માં નૌરીન સાથે કર્યા હતા, ત્યારબાદ તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપીને ૧૯૯૬માં સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૦માં સંગીતાએ અઝહરુદ્દીન સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.