1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે

0
Social Share

વડોદરા, 27 માર્ચ 2026: Bharathana Toll Plaza to increase from April 1st અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ નજીકના ભરથાણા ટોલપ્લાઝા પર કાર અને જીપ સિવાયના વાહનો પર 1લી એપ્રિલથી ટોલમાં વધારો કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝા માત્ર ગુજરાતનું નહીં પણ દેશમાં સૌથી વધુ કમાણી કરતું નંબર વન ટોલ પ્લાઝા છે. ત્યારે આ ટોલ પ્લાઝા પરથી પસાર થવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. 1 એપ્રિલથી કાર અને જીપ સિવાયના વાહનચાલકોને વધુ ટોલ દર ચૂકવવું પડશે.

વડોદરાના જિલ્લાના કરજણ તાલુકા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલ પ્લાઝાની ગણતરી દેશના સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝામાં થાય છે. ત્યારે હવે આ ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ દર વધારવામાં આવી રહ્યો છે. જોકે, આ વધારો કાર અને જીપને લાગુ નહીં પડે પણ તે સિવાયના અન્ય વાહનો માટે 1 એપ્રિલથી નવો ટોલ દર લાગુ પડશે.તેથી હવે  ભરથાણા ટોલ પ્લાઝા પર મુસાફરી કરવી મોંઘી પડશે. આ ભરથાણા ટોલ પ્લાઝા વડોદરા અને ભરૂચની વચ્ચે આવેલુ છે. સાથે જ તે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતો મુખ્ય હાઈવે છે. તેથી અહીંથી રોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થયા હોય છે. આ તમામ વાહનોને હવે 1લી એપ્રિલથી વધુ ટોલ ચુકવવો પડશે.

ગુજરાતમાં સૌથી વધુ વાહનોની અવરજવર અમદાવાદ-મુંબઈ હાઈવે પર થતી હોય છે. તેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમીક્ષા કરાયા બાદ ટોલના દરોમાં ફેરફાર કરવામા આવ્યો છે  જોકે કાર અને જીપના ટોલદરમાં કોઈ વધારો કરાયો નથી, તેથી તેના દર યથાવત છે. હજી ગત મહિને જ મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે (MoRTH) દ્વારા રાજ્યસભામાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા કે, ભારતમાં ગત પાંચ વર્ષમાં (2020-21 થી 2024-25) માં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવ પર કુલ ટોલ કલેક્શન લગભગ 2.27 લાખ કરોડ રૂપિયા રહ્યું. તેમાં ભરથાણા ટોલ પ્લાઝા નંબર વન હતુ.

ભરથાણા ટોલ પ્લાઝાની રેવન્યુ 2019-20 થી 2023-24 સુધી 2,043.81 કરોડ રૂપિયા હતી તેમાં માત્ર વર્ષ 2023-24 માં રેવન્યુ 472.65 કરોડને વટાવી ગઈ હતી.. આ રેવન્યુ પાછળનું મૂળ કારણ તેનો હેવી ટ્રાફિક છે. અહેવાલ અનુસાર, આ ટોલથી 1 કરોડથી વધુ ગાડીઓ પસાર થતી હોય છે. તેમાં કમર્શિયલ ટ્રક અને માલવાહક ગાડીઓની સંખ્યા વધારે હોય છે. હકીકતમાં આ હાઈવે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબને કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટથી જોડે છે. તેને કારણે ગુજરાતનો મહત્વનો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ગણાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code