ફોરેસ્ટ અધિકારીએ મહિલા સાથે પ્રેમમાં અંધ બનીને પત્ની અને દીકરા-દીકરીની હત્યા કરી હતી
- ACF શૈલેષ ખાંભલાએ પત્ની નયના, પુત્ર અને પુત્રીની હત્યા કરી લાશ દાટી દીધી હતી,
- ફોરેસ્ટ અધિકારી તેનાથી 10 વર્ષ નાની વન કર્મી મહિલાના પ્રેમમાં પાગલ હતા,
- વન કર્મી મહિલાનું પોલીસે નિવેદન લીધું
ભાવનગરઃ શહેરમાં વન વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને પૂત્ર તથા પૂત્રી સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ફોરેસ્ટ અધિકારી શૈલેષના સરકારી ક્વાટર પાસે જ દાટી દીધેલા પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રીના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ કેસમાં પોલીસે ફોરેસ્ટ અધિકારીની ધરપકડ કરતા તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસને એવી હકિકત મળી હતી કે, ACF શૈલેષ ખાંભલા તેનાથી 10 વર્ષ નાની જુનાગઢની મહિલા વનકર્મી સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસબંધમાં હતો, જે દરમિયાન તેને પામવા માટે તેને આ લોહિયાળ ખેલ ખેલી નાખ્યો હતો.
ભાવનગર: શહેરમાં ચકચારી ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્ર અને પુત્રીની ત્રિપલ મર્ડર હત્યા કેસમાં હાલ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે આરોપી ACF શૈલેષ ખાંભલાએ પ્રેમ પ્રકરણમાં ત્રણેય મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા આરોપી ACF શૈલેષ ખાંભલા તેનાથી 10 વર્ષ નાની વનકર્મી અધિકારી સાથે પ્રેમસંબંધમાં હોવાનું ખુલ્યું છે, ત્યારે આ સમગ્ર પ્રેમ પ્રકરણમાં તેની પ્રેમિકાનો પણ કાંઈ હાથ હતો કે કેમ તે અંગેની પોલીસે પૂછપરછ કરતા હાલ આ મામલે ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગત 16મી નવેમ્બરે ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં જમીનમાં દાટેલી હાલતમાં ત્રણ લાશો મળી આવવાતા ચકચારી મચી ગઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણેય મૃતદેહોની ઓળખ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ACF તરીકે નોકરી કરતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિની પત્ની નયના રબારી અને તેમના બે સંતાનો (પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા) તરીકે થઈ છે. જેઓ છેલ્લા 10 દિવસથી ગુમસુદા હતા અને આ મામલે ACF શૈલેષ ખાંભલાએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી.બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયના સહિત બે બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં જ તેના ક્વાર્ટરથી થોડે દૂર 3 વન કર્મચારી અને 7 મજૂરોની મદદથી JCBથી ખાડો ખોદાવી ત્રણેયના મૃતદેહોને દાટી દીધા હતા. બાદમાં ત્રણેય ગુમસુદા હોવાની ફરિયાદ નોંધાવી સમગ્ર વાતથી અજાણ હોવાનો સતત 10 દિવસ ઢોંગ કરતો રહ્યો હતો. જોકે તપાસ દરમિયાન આ આખો ખેલ પ્રેમ-પ્રકરણમાં ખેલાયો હોવાનું ખુલ્યું છે.
હાલ પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી ACF શૈલેષ ખાંભલા જુનાગઢની મહિલા વનકર્મી સાથે પ્રેમસંબંધમાં છે. માહિતી મુજબ આ ACF શૈલેષ ખાંભલાને જે વનકર્મી મહિલા મિત્ર સાથે પ્રેમસંબંધ છે તે તેનાથી 10 વર્ષ નાની છે. બંનેનું પ્રેમ પ્રકરણ વર્ષ 2021થી શરૂ થયું હતું. એટલે કે ACFને 10-10 વર્ષના બે સંતાન હોવા છતાં તે છેલ્લા 4 વર્ષથી આ મહિલા મિત્ર સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો, યુવતી કોઈપણ ભોગે શૈલેષને પામવા માંગતી હતી, દરમિયાન તેણે આખો પરિવાર વેર વિખેર કરી નાખ્યો છે. આરોપી ACF શૈલેષ ખાંભલાએ આ કબૂલાત સમગ્ર ઘટનામાં તેની કથિત પ્રેમિકાનો કોઈ રોલ છે કે કેમ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસે આરોપી વન અધિકારીની સ્ત્રી મિત્રને હાજર થવા નોટિસ પાઠવી હતી અને તેનું નિવેદન આપવા જણાવ્યું હતું, ત્યારે તેણીએ શૈલેષ ખાંભલા સાથેના પ્રેમસંબંધની કબૂલાત આપી હતી, જોકે ત્રિપલ મર્ડરના બનાવથી તે અજાણ હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે


