1. Home
  2. ગુજરાતી
  3. આસામ બોર્ડર નજીક ધુબરી જિલ્લામાં તંગદિલી વચ્ચે શુટ એટ સાઈટનો ઓર્ડર
આસામ બોર્ડર નજીક ધુબરી જિલ્લામાં તંગદિલી વચ્ચે શુટ એટ સાઈટનો ઓર્ડર

આસામ બોર્ડર નજીક ધુબરી જિલ્લામાં તંગદિલી વચ્ચે શુટ એટ સાઈટનો ઓર્ડર

0
Social Share

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશની સરહદે આવેલા આ જિલ્લામાં તાજેતરમાં બનેલી સાંપ્રદાયિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ શુટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમના ધુબરી પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા ગુવાહાટી પહોંચતાની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે. તેમજ રાત્રે બહાર ફરનારા અથવા પથ્થરમારો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.’ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધુબરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ‘જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) અને CRPF જવાનો તૈનાત કરવામાં આવશે. તેમજ ધુબરીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.’

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘બકરી ઇદના બીજા દિવસે, 7 જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું માથું મળી આવ્યું હતું. તેમજ ‘નબીન બાંગ્લા’ નામના સંગઠને બકરી ઈદ પહેલા ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યા હતા. તેમાં ધુબરીને બાંગ્લાદેશમાં ભેળવી દેવાની વાત કરવામાં આવી હતી. જેને સરકાર સહન કરી નહિ લે. ‘ મુખ્યમંત્રીએ આ ઘટનાને રાજ્યની સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, ‘વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને RAF ના જવાનોને તૈનાત કરવામાં આવશે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં બધા ગુનેગારોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code