1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના ગોંડલ ચોકડી પર ત્રિપલ અકસ્માત, ડમ્પર પલટી જતા ચાલક ઘવાયો
રાજકોટના ગોંડલ ચોકડી પર ત્રિપલ અકસ્માત, ડમ્પર પલટી જતા ચાલક ઘવાયો

રાજકોટના ગોંડલ ચોકડી પર ત્રિપલ અકસ્માત, ડમ્પર પલટી જતા ચાલક ઘવાયો

0
Social Share
  • મોડી રાતે ખાનગી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત,
  • અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો,
  • પોલીસે ક્રેન મંગાવીને પલટી ખાધેલા ડમ્પરને ખસેડીને ટ્રાફિક ક્લીયર કર્યો

રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ નજીક ગોંડલ ચોકડી હાઈવે પર ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ખાનગી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ડમ્પર પલટી જતાં તેના ચાલકને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે દોડી આવીને ક્રેઈન મંગાવીને ડમ્પરને રોડ સાઈડ પર ખસેડીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

રાજકોટ નજીક ગત મોડી રાતે બાયપાસ ગોંડલ ચોકડી પૂલ ઉતરતા ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રેતી ભરેલું ડમ્પર હાઇવે ઉપર જ પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ડમ્પરચાલકને સામાન્ય રીતે પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઇ ન હતી. પરંતુ રાત્રિના સમયે હાઇવે ઉપર ડમ્પર પલટી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પાસે ગત રાત્રે 2:30 વાગ્યા આસપાસ ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દરમિયાન રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ડમ્પરચાલકને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન ડમ્પર રસ્તા વચ્ચે જ પલટી ખાઈ ગયુ હોવાથી રાત્રિના સમયે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને રસ્તા પર પડેલા ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માતમાં ટ્રકચાલકને માત્ર સામાન્ય ઇજા પહોંચી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code