1. Home
  2. ગુજરાતી
  3. ઈન્દોર-જબલપુર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ઈન્દોર-જબલપુર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઈન્દોર-જબલપુર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. માહિતી મુજબ, શનિવારે સવારે જ્યારે ટ્રેન જબલપુર સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે ઈન્દોર-જબલપુર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગેની માહિતી રેલવે અધિકારીએ આપી હતી. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઈન્દોર-જબલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (22191)ના બે ડબ્બા જ્યારે જબલપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પહોંચી રહ્યા હતા ત્યારે પાટા પરથી ઉતરી ગયા હતા.

રેલવે અધિકારીએ જણાવ્યું કે પાટા પરથી ઉતરેલા ડબ્બા એન્જિનની પાછળ જ હતા. આ અકસ્માત પ્લેટફોર્મથી લગભગ 50 મીટરના અંતરે થયો હતો. પાટાનું સમારકામ અને રેલ ટ્રાફિક પુન: સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

• એન્જિનથી અડીને આવેલા બે ડબ્બા પાટા પરથી તરી ગયા: DCM મધુર વર્મા
પશ્ચિમ-મધ્ય રેલ્વેના જબલપુર રેલ્વે વિભાગના વરિષ્ઠ વિભાગીય વાણિજ્ય પ્રબંધક(DCM) મધુર વર્માએ જણાવ્યું કે ટ્રેનનો નિર્ધારિત આગમનનો નિર્ધારિત સમય સવારે 5.35 વાગ્યાનો હતો. આ દુર્ઘટના સવારે 5.38 વાગ્યે થઈ, જ્યારે ટ્રેન જબલપુર સ્ટેશનમાં પ્રવેશવા જઈ રહી હતી. લોકો પાયલટે તરત જ ટ્રેન રોકી અને અન્ય ડબ્બાને પાટા પરથી ઉતરતા બચાવ્યા. એન્જિનને અડીને આવેલા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, પણ આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી, જે સારી બાબત છે. તેમણે કહ્યું કે અકસ્માત બાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને નજીકના ટ્રેક પર લગભગ અડધા કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો.

• અકસ્માત સમયે ટ્રેનની સ્પીડ કેટલી હતી?
મધુર વર્માએ કહ્યું કે તપાસ માટે બહુ-વિભાગીય સમિતિની રચના કરવામાં આવી છે. રેલ ટ્રાફિક પર કોઈ મોટી અસર થઈ ન હતી, કારણ કે સ્ટેશનનું માત્ર એક પ્લેટફોર્મ કામગીરી માટે બંધ હતું. દરમિયાન, પશ્ચિમ-મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેન પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ટ્રેન પાટા પરથી ઉતરવા પાછળનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. રૂટ પર રેલ વ્યવહાર સામાન્ય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code