અમદાવાદ,30 જાન્યુઆરી 2026: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે અમદાવાદ ખાતે યોજાયેલા લોન્ચ કાર્યક્રમ દરમિયાન નવી બ્રાંડ ઓળખ સાથે પોતાનો સ્વિયગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો. આ લોન્ચ કંપનીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે બાધુનિકીકરણ, સલ્પમતી અને ભવિષ્યલક્ષી ઇલેક્ટ્રિકલ સમાધાનો પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. સાથે જ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (PMEG) સેગમેન્ટમાં કંપનીની હાજરીને વધુ મજબુત બનાવે છે.
ટૉરેન્ટ ઇલેક્ટ્રિકલ્સની નવીન બ્રાન્ડ ઓળખ ભારતીય ઇલેક્ટ્રિકલ્સ માર્કેટની બદલાતી માંગને અનુરૂપ વિકાસ અને પરિવર્તનનું પ્રતિક છે. આ નવીન બ્રાન્ડ ઓળખ વિશ્વસનીયતા, સુરક્ષા અને દીર્ઘકાલીન કામગીરી જેવા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સના મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે અને વિસ્તરતા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ છે.
આ લોન્ચ કંપનીની FMEG સેગમેન્ટમાં મજબૂત હાજરીને વધુ મજબૂત બનાવે છે, જેમાં તેના સ્વિચગિયર પોર્ટફોલિયોની ઔપચારિક રજૂઆત સાથે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં સુવ્યવસ્થિત અને વ્યૂહાત્મક વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ લોન્ચના ભાગરૂપે, ટોરેન્ટ ઇલેક્ટ્રિકલો મિનિએચર સર્કિટ બ્રેકર્સ (MCBs). રેસિડ્યુઅલ કટ સર્કિટ બ્રેકર્સ (ncces), આઇસોલેટરર્સ અને ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ્સનો સમાવેશ કરતો પોતાનો સ્વિચગિયર રેન્જ રજૂ કર્યો છે. આ પોર્ટફોલિયોને રહેણાંક, વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉપયોગ માટે વ્યાપક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સતત કાર્યક્ષમતા, કામગીરીની સલામતી અને સિસ્ટમ સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્વિયંગિયર પોર્ટફોલિયો ઉપરાંત, કંપનીએ તેના વાઘર રેન્જ માટે નવીન પેકેજિંગ પણ રજૂ કર્યું છે. જેમાં FR, HAFR FR-LSH અને HEER વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે. આ અપડેટેડ પેકેજિંગ શેલ્ફ પર વધુ વિઝીબિલિટી પ્રદાન કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તથા ખાસ કરીને સલામતી અને શ્રમગીરી સંબંધિત વિશેષતાઓને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. સાથે જ નવી બ્રાન્ડ ઓળખ સાથે સુસંગતતા જાળવી રાખે
ટોરેન્ટ ઇલેક્ટ્રિકલો અમદાવાદમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરીને પોતાની ઈનોવેશન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે. આ સેન્ટર FMEG કેટેગરીઝમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને ભાવિ ઈનોવેશન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ નિમિત્તે ટોરેન્ટ ગ્રુપના ઉરેક્ટર શ્રી વરૂણ મહેતાએ જણાવ્યું હતું કે, સ્વિયગિયર પોર્ટફોલિયોનું લોન્ચીંગ અને નવીન બ્રાન્ડ ઓળખનું અનાવરણ ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં સલામતીને કેન્દ્રમાં રાખીને મજબૂત હાજરી સ્થાપિત કરવાની અમારી એકસૂત્ર વ્યૂહરચનાનું પ્રતિબિંબ છે, જેને સંશોધન અને ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલા નિશ્ચિત રોકાણોનો આધાર પ્રાપ્ત થયેલો છે.”
લૌન્ય કાર્યક્રમ દરમિયાન ઇલેક્ટ્રકલ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા ચેનલ પાર્ટનર્સ અને અન્ય હિતધારકો એક મંચ ઉપર આવ્યા હતા, જ્યાં તેમને ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સના વિસ્તરેલા પ્રોડક્ટ પોર્ટફોલિયો તથા ભાવિ વિકાસ માટેની વ્યૂહરચના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં, કંપની પોતાની ઇન-હાઉસ R&D ક્ષમતાઓના આધાર સાથે અને સલામતી પર કેન્દ્રિત પ્રોડક્ટ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપીને FMEG સેગમેન્ટમાં પોતાના પ્રોડક્ટ ઓફરિંગ્સનું ક્રમશ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.


