1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા
આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

0
Social Share
  • વાસદ-બગોદરા હાઈવે પર અંબાવ ટોલ પ્લાઝા નજીક બન્યો બનાવ
  • પીકઅપ વાનમાં જલદ પ્રવાહી કેમિકલ ભરેલું હતું
  • મહિલા અને પુરૂષ બળીને ખાક થતા મૃતદેહ ઓળખી શકાયા નહીં

આણંદઃ ગુજરાતમાં નોશનલ હાઈવે પર રોડ અતસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વાસદ-બગોદરા હાઈવે પર આંકલાવ નજીક અંબાવ ટોલ પ્લાઝા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જલદ પ્રવાહી ભરેલા પીકઅપવાન (પીકઅપ ડાલુ) વચ્ચે સર્જાયેલા અકસ્માતને લીધે બન્ને વાહનોમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં ભરેલા કેરબાઓમાં જ્વલનશીલ પ્રવાહી હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા.આગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે વાસદ-બગોદરા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code