1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાર પલટી જતાં બેના મોત, બે ગંભીર
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાર પલટી જતાં બેના મોત, બે ગંભીર

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કાર પલટી જતાં બેના મોત, બે ગંભીર

0
Social Share

સુરેન્દ્રનગર 30 ડિસેમ્બર 2025: Car overturns on Dhrangadhra-Malvan highway જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે માલવણથી ધ્રાંગધ્રા તરફ આવી રહેલી એક કાર પલટી મારી જતાં તેમાં સવાર ચાર યુવાનોમાંથી બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર હરિપર ગામ નજીક  ધ્રાંગધ્રા તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત સમયે કારમા સવાર ચારેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેની મદદથી તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારણે ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા હાઈવે પર ચારેય મિત્રો હોટેલમાં જમવા ગયા હતા, જે જમીને કારમાં પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ ઝાલા અને બળવંતસિંહ બંને પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ 2 પોલીસ અને એમના 2 મિત્રો ધર્મડ ગામ પાસેથી હોટેલથી જમીને ધ્રાંગધ્રા પરત ફરતા હાઇવે પર હરિપર ગામ પાસે પોતાની સ્વિફ્ટ કાર વચ્ચે જાનવર આડું આવતા કાર પર કાબુ ગુમાવતા કાર પલટી મારી જઈ નીચે ખાડામાં ખાબકતા બેના ઘટનાસ્થળે ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો છે. અને બીજા બેને માથામાં અને હાથમાં ઈજાઓ થઈ છે અને હાલમાં એમની સારવાર ચાલુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code