સુરત, 03 માર્ચ 2026: Two fire incidents in embroidery and looms factory શહેરના ભટાર અલથાણ રોડ પર રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં તેમજ વેડ રોડ ખાતે હરિઓમ મિલની પાછળ આવેલા એક લુમ્સના કારખાનામાં ગઈ રાતના સમયે આગ લાગતા બન્ને સ્થેળોએ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને કલાકોની જેમ જ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પણ મશીનરી, કાપડ સહિતનો જથ્થો બળીને ખાક થયો હતો.
આગના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના ભટાર અલથાણ રોડ પર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં રાત્રે આગ ફાટી નીકળી હતી. જેના પગલે ચારથી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગના પગલે કારખાનાની અંદર રહેલી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગના બીજા બનાવમાં શહેરના વેડ રોડ ખાતે હરિઓમ મિલની પાછળ આવેલા એક લુમ્સના કારખાનામાં પહેલા માળે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પાંચ ફાઈટ સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ જોડી ગઈ હતી. એક કલાકની ભારે બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. પહેલા માળે આગ હોવાથી ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગના પગલે મશીનરી અને કાપડ નો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગત રાત્રે એમ્બ્રોઈડરી અને લૂમ્સના કારખાનામાં લાગેલી આગની ઘટનાઓનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. બન્ને કારખાનામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.


