1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન મળ્યાં, 11 વ્યક્તિઓને મળ્યું નવુ જીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન મળ્યાં, 11 વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન મળ્યાં, 11 વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

0
Social Share

અમદાવાદઃ સિવિલ માં થયેલ આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , તારીખ 29 તેમજ 30 ઓગષ્ટ ના 11કલાકના સમયગાળા માં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે. જેમાં 11અંગોનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને મળ્યુ છે.

પ્રથમ કિસ્સામાં બોરસદ, આણંદ નજીક અંબેરાપુરા ખાતે રહેતા 19 વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેમને પ્રથમ બોરસદ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ કરમસદ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા. પરંતુ સ્થિતિ ગંભીર બનતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં તારીખ 25-08-2025 ના રોજ લાવવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસની સઘન સારવાર બાદ તારીખ 29-08-2015ના રોજ સિવિલના ડોક્ટરોની ટીમને વિપુલભાઇ બ્રેઇન ડેડ હોવાનુ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ ના ડો. જીનેન પંડ્યા દ્વારા વિપુલભાઇ ના માતા જનકબેન તેમજ હાજર પરીવારજનો ને વિપુલભાઇની બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશેની સમજ આપી. જનકબેન તેમજ અન્ય પરીવારજનો એ વિપુલ ના અંગદાન થકી અન્ય પીડિત લોકોનો જીવ બચાવવા સંમતિ આપી હતી. વિપુલના અંગદાન થી બે કીડની, એક લીવર, હ્રદય તેમજ બે ફેફસા એમ કુલ 6 અંગોનુ દાન મળ્યુ હતુ.

બીજા કિસ્સામાં થયેલા ગુપ્ત અંગદાનમાં પરપ્રાંતના રહેવાસી 39 વર્ષીય યુવાન મહીલા દર્દી સારવાર દરમ્યાન તારીખ 30-08-2025 ના રોજ બ્રેઇન ડેડ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમના ડો. મોહીત ચંપાવત દ્વારા હાજર પરીવારજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશે સમજ આપી. પરીવારજનોએ બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાનનો ઉમદા નિર્ણય કર્યો. સિવિલમાં થયેલા આ 209માં ગુપ્ત અંગદાન થી બે કીડની અને એક લીવર,હ્રદય તેમજ સ્વાદુપિંડ એમ કુલ પાંચ અંગોનુ દાન મળ્યુ હતુ.

માત્ર 11 કલાકના સમયમાં સિવિલ હોસ્પિટલ માં થયેલ આ બે અંગદાનથી મળેલ 11અંગોમાંથી 4 કીડની અને 2 લીવર તેમજ સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ આ બે અંગદાન થી મળેલ 2 હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની જ યુ.એન.મેહતા હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. વધુમાં અંગદાન થી મળેલ બે ફેફસા ને શહેર ની કે ડી હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડૉ‌. જોષીએ જણાવ્યુ હતુ..અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 382 – કિડની,184 – લીવર, 68 – હ્રદય, 34 – ફેફસા , 16 – સ્વાદુપિંડ , બે નાના આંતરડા, 22 સ્કીન અને 142 આંખોનું દાન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 692 અંગોનું દાન મળેલ છે. જેના થકી 670 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.વધુ મા કુલ 23 સ્કીન ડોનેશન પણ થયા છે.એક અંગદાન થી માત્ર અંગ ફેઇલ્યોર થવાથી પીડાતુ એક દર્દી જ સ્વસ્થ નથી થતુ પરંતુ તેની સાથે તેનો આખો પરીવાર અસહ્ય વેદના માંથી મુક્ત થઇ નવુ આનંદમય જીવન પામે છે અને તેથી જ અંગદાન એ મહાદાન છે અને આપણે સૌએ અંગદાન ની શપથ લઇ અન્યોને પણ આ વિશે સમજ આપવી જોઇએ જેથી ભવિષ્ય માં કોઇ પણ જીવીત વ્યક્તિ એ પોતાના અંગો અંગ ફેઇલ્યોર થી પીડાતા પોતાના સ્વજનને ન આપવા પડે તેમ ડૉ. જોષીએ વધુ માં ઉમેર્યુ હતુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code