1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં નકલી નોટો સાથે બે શખસો પકડાયા
ભાવનગરમાં નકલી નોટો સાથે બે શખસો પકડાયા

ભાવનગરમાં નકલી નોટો સાથે બે શખસો પકડાયા

0
Social Share
  • ભાવનગરના બે યુવાનો 500ના દરની 18 ફેક નોટો વટાવવાની ફિરાકમાં હતા,
  • ફેક નોટો ક્યાંથી મેળવી તેની પૂછતાછ કરાઈ,
  • જે આરોપી પાસેથી ફેક નોટો મેળવી હતી તે ફરાર થયો

ભાવનગરઃ શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી 18 નોટો સાથે બે યુવાનોને દબોચી લીધા હતા. જ્યારે બન્ને યુવાનોએ જેની પાસે નકલી નોટો મેળવી હોવાનું કહી રહ્યા છે તે યુવાન ફરાર થઈ ગયો હતો. બંને આરોપીઓએ પ્રાથમિક તપાસ-પૂછપરછમાં અન્ય એક ઈસમનું નામ આપ્યું હતું જે વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહે છે અને શાહનવાજ નામનો શખ્સ પણ નકલી નોટના પ્રકરણમાં સાથીદાર હોવાનું જણાવ્યું હતુ તેમજ આ ભારતીય બનાવટની નકલી નોટ શાહનવાજ પાસેથી મેળવી અસલી નોટ સાથે નકલી નોટ ભેળવી વટાવવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ભારતીય ચલણની 18 નકલી નોટ સાથે બે શખસોની એલસીબીની ટીમે ધરપકડ કરી છે, અને કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ઋતુરાજ કોમ્પલેક્ષ સેલ્ફી સ્ટુડિયોની સામે એવી સ્કૂલના ગ્રાઉન્ડ પાસે બે શખસો ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા માટે ઊભા છે.  બાતમી આધારે એલસીબીના જવાનોએ સ્થળ પર પહોંચી શાહરૂખ સબીર (ઉ.વ.27) રહે.કેસરબાઈ મસ્જિદ સામે નવાપરા તથા નદીમ હારુન ડેરીયા (ઉ.વ.21) રહે.જૂની આરટીઓ સામેના ખાંચામાં અરમાન એપાર્ટમેન્ટની સામે નવાપરા વાળા હોવાનું જણાવ્યું હતું.  આ શખ્સો પાસેથી ભારતીય ચલણની 500ના દરની 18 નકલી નોટ તેમજ 500ના દરની અસલી નોટ નંગ બે,  પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ તથા અન્ય એક મોબાઇલ રૂ.5,000 નો એમ કુલ મળી રૂ.11,000 ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી હતી ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક તપાસ-પૂછપરછમાં અન્ય એક ઈસમનું નામ આપ્યું હતું જે વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહે છે અને શાહનવાજ નામનો શખ્સ પણ નકલી નોટના પ્રકરણમાં સાથીદાર હોવાનું જણાવ્યું તેમજ આ ભારતીય બનાવટની નકલી નોટ શાહનવાજ પાસેથી મેળવી અસલી નોટ સાથે નકલી નોટ ભેળવી વટાવવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું આથી, એલસીબીની ટીમે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી તથા મુદ્દામાલ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code