1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા
સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા

સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા

0
Social Share
  • શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલ નજીક વેચાણ થતુ હતું,
  • આરોપીઓ ટેટુ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા હતા,
  • દિલ્હીથી ચાલતું હતું વિતરણનું નેટવર્ક

સુરતઃ  શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં શાળાઓની નજીક ટેટૂ પાર્લરની આડમાં ચાલતા ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બે ઈસમોને 1,07,01,400 ની કિંમતના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. શહેરમાં નબીરાઓ ઈ-સિગારેટ માટે ટેટુ પાર્લરમાં આવતા હતા. આ કાર્યવાહી દરમિયાન એસઓજીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  મુખ્ય આરોપીએ દોઢ વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઈ-સિગારેટનો મોટો જથ્થો ખરીદ્યો હતો. એવુ પોલીસને નિવેદન આપ્યું છે.

આ બનાવની વિગતો એવી છે કે, સુરત SOGને બાતમી મળી હતી કે, શહેરના કેટલાક વિસ્તારોમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ અને ઈ-હુક્કાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે SOG દ્વારા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી કે, અડાજણના ભુલકા ભવન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904 અને પાલનપુર ગામના કોરલ પેલેસના ફ્લેટ નંબર B-404 માં મોટાપાયે ઈ-સિગારેટનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે, SOGએ તાત્કાલિક ટીમ બનાવી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, પોલીસે બે મુખ્ય આરોપીઓ મંથન રાજેશભાઈ શાહ (ઉં.વ. 37) જનક રમણભાઈ પટેલ (ઉં.વ. 28)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ દિલ્હીથી થતાં ગેરકાયદેસર આયાત અને વિતરણના નેટવર્ક અંગે આરોપીઓની પુછપરછમાં ચોકાવનારી વિગત સામે આવી હતી. મુખ્ય આરોપી મંથન શાહે જણાવ્યું કે, તે લગભગ દોઢ વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઈ-સિગારેટનો મોટો જથ્થો ખરીદ્યો હતો. પોલીસ પકડથી બચવા અને વેચાણનું નેટવર્ક ફેલાવવા માટે, તેણે આ જથ્થામાંથી અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનના ધોરણે વેચવા અને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા આપ્યો હતો. આમ, આ બંને ઈસમો દિલ્હીથી ઈ-સિગારેટ આયાત કરી સુરતમાં તેનું ગેરકાયદેસર વિતરણ કરતા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code