1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઢસા-ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત, એક ગંભીર
ઢસા-ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત, એક ગંભીર

ઢસા-ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત, એક ગંભીર

0
Social Share
  • કારમાં યુવાનો અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
  • મૃતક બન્ને યુવાનો અમદાવાદના બોપલ અને હાથીજણના છે
  • પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા

બોટાદઃ 24 ડિસેમ્બર 2025: Accident on Dhasa-Gadhada road બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા-ગઢડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં પ્રવાસ કરી રહેલા અમદાવાદના બે યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે એક યુવાને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના સ્થાનિક લોકો અને પોલીસ દોડી ગઈ હતી. અને કારમાંથી બે યુવાનોના મૃતકોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ઢસા નજીક ગઢડા રોડ પર સ્વિફ્ટ કાર જીજે 27 સીએમ 6574 અને આરજે 07 જીઈ 4791 નંબરની ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લેતાં કારમાં સવાર અમદાવાદના બે યુવકનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કાર પડીકું વળી ગઈ હતી, જ્યારે કારમાં સવાર એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મધરાતે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. મૃતકોના નામ હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઇ ઠક્કર (ઉં.વ.37) રહે-એ/501, રાધે હાઇટસ હાથીજણ ચાર રસ્તા, અમદાવાદ અને જિમિતભાઇ ભરતભાઇ રાજાણી (ઉં.વ.39) રહે-સેક્ટર-7 સનસિટી સાઉથ બોપલ, અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનું નામ પુનિત ધર્મેશભાઈ ઠક્કર, અમદાવાદના હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યુ હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઢસા ગઢડા રોડ પર એક સ્વિફ્ટ કાર જીજે 27 સીએમ 6574માં ત્રણ યુવાનો ઢસાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર વચ્ચેથી લોચો વળી ગયો હતો અને એમાં સવાર યુવકો ફસાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.  દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારમાં સવાર ત્રણ પૈકી બે યુવકોએ ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ઢસાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકો અમદાવાદના સાઉથ બોપલ અને હાથીજણ ચાર રસ્તા રહેતા હતા, જ્યારે ઈજાગ્રસ્ત પણ અમદાવાદમાં રહેતો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code