- 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે,
- અરબસાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન હવે નબળું પડી રહ્યુ છે,
- સરકાર ટૂંક સમયમાં પાક નુકસાનનું રાહત પેકેજ જાહેર કરશે
અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 30 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે આગામી 5 નવેમ્બર બાદ વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે. રાજ્યના બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જોકે, સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી 3 દિવસ સુધી છુટા-છવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશન બનવાના કારણે અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળી રહી છે. પરંતુ અરબસાગરમાં જે ડિપ્રેશન બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. તેમજ આગામી 5 નવેમ્બર બાદ વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે.
ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 30 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગર શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો વરસાદ પડ્યો હતો, બપોર સુધીમાં 22 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે સાબરકાંઠાના વડાલી, ભાવનગરના ઘોઘા, આણંદના સોજીત્રા, ખેડાના વસો સહિત 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો.


