1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હવે બે મીનીટથી વધુ વાહન રોકી શકાશે નહીં
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હવે બે મીનીટથી વધુ વાહન રોકી શકાશે નહીં

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હવે બે મીનીટથી વધુ વાહન રોકી શકાશે નહીં

0
Social Share

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોના બનાવો ઘટાડવા માટે હવે AI કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. નવી સિસ્ટમથી જો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે મિનિટથી વધારે વાહન ઉભું રહેશે AI સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. અમદાવાદ-વડોદરા વે ગુજરાતનો સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે, અહીં રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. વાહનચાલકોને પોતાના ટ્રેક પર ગતિ મર્યાદામાં વાહનો ચલાવી શકશે.

દેશભરના હાઈવે અને એક્સપ્રેસ વે પર સતત અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે અકસ્માત નિવારવા માટે હવે AI ની મદદ લેવાનો નિર્ણય કરાયો છે. એક સર્વે મુજબ નેશનલ હાઈવે પર 30 ટકા અકસ્માતો ખોટકાયેલા વાહનોને કારણે થાય છે. જેને ટાળવા માટે હવે AI કેમેરાની મદદ લેવામાં આવશે. જે હાઈવે પર કોઈ પણ વાહન બે મિનિટથી વધુ સમય રોકાશે તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમને જાણ થશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર શટલિયા વાહનો પ્રવાસીઓને લેવા માટે ઊભા રાખી દેવાતા હોય છે. હવે કોઈપણ વાહન બે મીનીટથી વધુ ઊબુ રાખી શકાશે નહીં.

સૂત્રોના કહેવા મુજબ  રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો આ પાયલોટ પ્રોજેક્ટ છે. જેના પ્રથમ ચરણના દેશના ત્રણ હાઈવેની પસંદગી કરવામાં આવી છે. જે મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસે વે અને પૂર્વાચલ એક્સપ્રેસ પર AI સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.  નવી સિસ્ટમથી જો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે મિનિટથી વધારે વાહન ઉભું રહેશે AI સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. એટલું જ નહિ, હાઈ વે પર વાહનોની ગતિ અચાનક ૧૦ કિ.મી. પ્રતિ કલાકથી ઓછી થશે તો સિસ્ટમ તેને દુર્ઘટના કે ટ્રાફિકજામ માની ચેતવણી આપશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code