1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 2026ના વર્ષને વેલ કમ કરવા માટે આજે સાંજથી મહાનગરોમાં યૌવન ઝૂંમી ઊઠશે
2026ના વર્ષને વેલ કમ કરવા માટે આજે સાંજથી મહાનગરોમાં યૌવન ઝૂંમી ઊઠશે

2026ના વર્ષને વેલ કમ કરવા માટે આજે સાંજથી મહાનગરોમાં યૌવન ઝૂંમી ઊઠશે

0
Social Share

 અમદાવાદ, 31 ડિસેમ્બર 2025Youth will gather in major cities from this evening to welcome the year 2026  વર્ષ 2025ના વર્ષની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે વર્ષ 2026ના નૂતન વર્ષને આવકારવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત મહાનગરોમાં આજે સમી સાંજથી ન્યુ યરની પાર્ટીના આયોજન કરાયા છે. તેમજ અમદાવાદ સહિત શહેરોમાં ખાસ સ્થળોએ યુવક-યુવતીઓ નવા વર્ષને વેલકમ કરવા માટે ઝૂંમી ઊઠશે. દરમિયાન તમામ શહેરોમાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે.

2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે 2025ને બાય બાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે. લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે એ માટે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં જે રસ્તાઓ પર થર્ટી ફર્સ્ટની રાત્રે માનવ મહેરામણ ઊમટી પડે છે, એે રસ્તાઓ પર વાહનો પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડ પર ઊમટી પડતા હોય છે. અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાંથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.

અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સી.જી.રોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે અને કાંકરિયા ખાતે કરાશે. જ્યારે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ અને ચકલી સર્કલ ખાતે કરાશે તેમજ  સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પાલ ગૌરવપથ રોડ, ભાગળ, ડુમ્મસ રોડ અને વાય જંકશન ખાતે કરાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code