1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા શહેરમાં વીજ ગ્રાહકોનો વિરોધ છતાં 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવાયા
વડોદરા શહેરમાં વીજ ગ્રાહકોનો વિરોધ છતાં 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવાયા

વડોદરા શહેરમાં વીજ ગ્રાહકોનો વિરોધ છતાં 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવાયા

0
Social Share

વડોદરા, 26 માર્ચ 2026: 1.75 lakh smart meters installed શહેરમાં 8.20 લાખ જેટલા વીજ ગ્રાહકો છે. જેમાં 1.75 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા છે. વીજ ગ્રાહકોનો સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ છતાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. મોટા ભાગના ગ્રાહકોને સમજાવીને અને સમજૂતી આપીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરની તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. કંપનીનું આયોજન છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરી દેવાશે. જો કે, આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં ગ્રાહકો તરફથી વિરોધ થઈ રહ્યો છે.

શહેરમાં કેટલાક ગ્રાહકોમાં સ્માર્ટ મીટરથી વધુ બીલો આવતા હોવાની દહેશત છે. એટલે માટાભાગના વીજગ્રાહકો વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે વીજ કંપનીના અધિકારીઓ ગ્રાહકોને વિરોધ છતાંયે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. શહેરમાં 8.20 લાખ જેટલા વીજ ગ્રાહકો છે. જેમાં 1.75 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા છે. વીજ ગ્રાહકોનો સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ છતાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે.

આ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર પી એન થાનાવાલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 8.20 લાખ ગ્રાહકો છે. અને પોણા બે લાખ જેટલા ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટર એડવાન્સ ટેકનોલોજી વાળા છે, જેમાં ડેટા યોગ્ય રીતે જોઈ શકાય છે. ઘણીવાર ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરને લઈ અસંતોષ હોય છે, તેવા ગ્રાહકોને અમે બાજુમાં અન્ય ચેક મીટર લગાવતા હોઈએ છે. અમારો ટાર્ગેટ રહેશે કે વર્ષ 2026 ના અંત સુધીમાં બધાજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગી જાય. ગ્રાહકોને જાગૃતતા લાવીને લગાવીએ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code