1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊના દલિતકાંડમાં 10 વર્ષે ચુકાદો, પાંચ આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
ઊના દલિતકાંડમાં 10 વર્ષે ચુકાદો, પાંચ આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

ઊના દલિતકાંડમાં 10 વર્ષે ચુકાદો, પાંચ આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

0
Social Share

વેરાવળ, 17 માર્ચ 2026: Court sentences five accused to 5 years in prison ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે 10 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2016માં દલિત યુવાનોને મૃતક ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી કેસમાં વેરાવળની સેશન્સ કોર્ટે 5 આરોપીને દોષિત ગણીને 5 વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

‘ઊનાના 10 વર્ષ પહેલા બનેલા બહુ ચર્ચિત દલિતકાંડ’માં વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, વેરાવળ સેશન્સ જજ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ આરોપીઓએ એકીસાથે ભોગવવાની રહેશે, એટલે કે, મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે. આ કેસના આરોપીઓ અગાઉ જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી કોર્ટે ફટકારેલી 5 વર્ષની સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. આથી, તેઓની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે.

આરોપીના એડવોકેટએ જણાવ્યું હતું કે, વેરાવળ સેશન્સ કોર્ટના જજ  પંડ્યાએ ઊના કાંડમાં દોષિતોને ફરમાવેલી સજામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ત્રણ વર્ષ અને બે વર્ષ એમ એકંદરે સજા ફટકારી છે. આ ઉપરાંત રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે તો વધુ દસ દિવસના જેલવાસની હુકમ કર્યો છે. ત્યારે, પાંચ આરોપી પૈકી નાગજી ડાયાભાઈ નામના દોષિતે ચાર વર્ષ અને બે માસનો જેલવાસ ભોગવેલો હોય, તેને પાંચ વર્ષમાં બાકી રહેતો સમય જેલવાસ થઈ શકે છે. જ્યારે અન્ય ચાર આરોપીએ છ વર્ષથી વધુનો જેલવાસ ભોગવ્યો હોય, આરોપીઓને સજા મજરે આપવાની વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતાં બાકીના ચાર આરોપીના જેલમુક્ત થવાનો માર્ગ મોકળો થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code