Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં મેડિકલ સ્ટોર્સમાંથી નકલી દવાની 1200 સ્ટ્રીપ પકડાઈ, 3ની ધરપકડ

અમદાવાદમાં મેડિકલ સ્ટોર્સમાંથી નકલી દવાની 1200 સ્ટ્રીપ પકડાઈ, 3ની ધરપકડ

અમદાવાદ, 28 ઓગસ્ટ, 2026 : Counterfeit medicines seized from medical stores; 3 arrested, ગુજરાતમાં નકલી દૂધ, નકલી ઘી, બાદ હવે તો દવાઓ પણ નકલી વેચાવા લાગી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શહેરભરમાંથી 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શીલ સંઘવી સહિત 3ની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અમદાવાદમાં કેટલાક મેડિકલ સ્ટોર્સ પર બીપીની નકલી દવાનું વેચાણ થઈ રહ્યુ હોવાની બાતમીને આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચે ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લી. ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની ફરિયાદ મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અલગ અલગ જગ્યાએ દવા વેચાઈ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જેટલા મેડિકલ સ્ટોરમાં જથ્થો સપ્લાય કરાયો હતો. પોલીસે 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી હતી.  છેલ્લા 4 મહિનામાં 1500 સ્ટ્રીપ શહેરના દર્દીઓને વેચવામાં આવી છે. આરોપીઓ એક સ્ટ્રીપ 112.90 રૂપિયામાં વેચતા હતા.

આ કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા ઉત્તર પ્રદેશના લખનઉથી દેવેન્દ્ર યાદવ અને ઉંમગ રસ્તોગી ગુજરાતમાં નકલી દવાનો જથ્થો સપ્લાય કરતા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલના દર્શિલ સંઘવીને નકલી દવાની જાણ હોવા છતાં 18% કમિશનની લાલચમાં જથ્થો ખરીદી 11 મેડિકલ સ્ટોરમાં વેચ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી આ નકલી દવા બજારમાં વેચવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મૂળ ઉત્તરાખંડથી નકલી દવાનો જથ્થો લખનઉ મોકલાયો હતો. 3600 સ્ટ્રીપમાંથી અમદાવાદમાં 2700 અને મૈસૂરમાં 900 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી. જોકે, અમદાવાદ પોલીસે 2700 માંથી 1200 સ્ટ્રીપ જપ્ત કરી છે. જ્યારે 1500 સ્ટ્રીપ બ્લડ પ્રેશરના દર્દીઓને વેચવામાં આવી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજમાં પણ જથ્થો સપ્લાય કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો આ નકલી દવા ક્યાં બની હતી તેની અલગ અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular