1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદનારા વધુ 16 શખસો પકડાયા
ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદનારા વધુ 16 શખસો પકડાયા

ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદનારા વધુ 16 શખસો પકડાયા

0
Social Share
  • ATSએ મુખ્ય આરોપી શોકત અલીને પણ પકડી લીધો
  • 16 આરોપીઓ પાસેથી 15 બંદુકો અને 489 રાઉન્ડ જપ્ત કરાયા
  • નકલી દસ્તાવેજોને આધારે હથિયારો ખરીદનારા કૂલ 40ની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યના જુદા વિસ્તારોમાં અન્ય રાજ્યોના નકલી દસ્તાવેજો દ્વારા હથિયારોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદવાનું રેકેટ પકડી પાડ્યુ હતું, મણિપુર, નાગાલેન્ડ સહિત નક્સલ પ્રભાવિત રાજ્યોમાં લોકોને સ્વરક્ષણ માટે બંદુકના લાયસન્સ અપાતા હોય તેનો ફાયદો ઉઠાવીને ગુજરાતના કેટલાક શખસોએ તે રાજ્યોમાં રહેતા હોવાના નકલી પુરાવાને આધારે બંદુકોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદ્યા હતા. ગુજરાત એટીએસએ વધુ 16 શખસોની ધરપકડ કરતા આ રેકેટમાં અત્યાર સુધીમાં 40 શખસો પકડાયા છે. પોલીસે વધુ 15 હથિયારો પણ જપ્ત કર્યા છે.

ગુજરાત એટીએસએ નકલી ડોક્યુમેન્ટના આધારે લાઇસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ પકડી પાડ્યુ હતું. અગાઉ 7 એજન્ટને પકડ્યા બાદ હથિયાર ખરીદનારા 16 આરોપીને પકડ્યા હતા અને શનિવારે બીજા વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની પણ ધરપકડ કરી છે.16 આરોપી પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યાં છે.

ગુજરાત એટીએસએ હથિયારકૌભાંડના મુખ્ય આરોપી શૌકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શોકતઅલી  ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો. એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો. હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે. એટીએસએ ઝડપેલા 16 આરોપી પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોર ગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબજે કરવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યારસુધી આ કેસમાં 40 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી શૌકત પણ ઝડપાઈ ચૂક્યો છે. શૌકત પોતાનું ગન હાઉસ ચલાવતો હતો. તેની ગન વધુ વેચાય એ માટે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા તેને બોગસ લાઇસન્સ અપાવતો હતો. આ કેસમાં શૌકત સિવાય હજુ બે આરોપી સંડોવાયેલા છે, જેની તપાસ ચાલી રહી છે. શનિવારે 16 શખસોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અનિલ રાવલ, અરજણ ભરવાડ, ભરત ભરવાડ, દેવલ ભરવાડ, જનક પટેલ, જય પટેલ, જગદીશ ભૂવા ,લાખા ભરવાડ, મનીષ રૈયાણી, નિતેશ મેર, રમેશ ભરવાડ, રિશી દેસાઈ, સમીર ગધેથરિયા અને વિરાજ ભરવાડ઼ તેમજ  વિરમ ભરવાડનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code