1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર 2.72 લાખ પરીક્ષાર્થીઓએ આપી LRDની પરીક્ષા
ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર 2.72 લાખ પરીક્ષાર્થીઓએ આપી LRDની પરીક્ષા

ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર 2.72 લાખ પરીક્ષાર્થીઓએ આપી LRDની પરીક્ષા

0
Social Share
  • પ્રશ્નપત્ર સરળ હોવાથી પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ,
  • પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો,
  • કેટલાક પરીક્ષાર્થીઓને ગણિતના સવાલો અઘરા લાગ્યા

અમદાવાદઃ રાજ્યમાં આજે 7 જિલ્લાના 825 પરીક્ષા કેન્દ્રો પર એલઆરડીમાં ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 2.72 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકંદરે પેપર સહેલુ નિકળતા પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. જોકે પરીક્ષા આપીને આવેલા કેટલાક પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે, ગણિતના દાખલા ખૂબ અઘરા હતા.

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યા માટે આજે રવિવારે રાજ્યના 7 જિલ્લા- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 2.72 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જેમાંથી કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તેનો સત્તાવાર આંકડો હવે જાહેર કરાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જ્યા બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું.  જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પેપર સારું હતું. પરંતુ ગણિતના સવાલો અઘરા પડ્યા હતા. બાકી પેપર સારું છે અને મેરિટ ઊંચું જશે.

ભાવનગર જિલ્લાના 38 સેન્ટરના 395 બ્લોકમાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સવારે 9:30 થી 12:30 કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે, પોલીસના બંદોબસ્ત સાથે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા થયો નિર્ભયતાથી પરીક્ષા આપી શકે અને કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.(FILE PHOTO)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code