1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાપીના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા 3 યુવાનોના મોત
તાપીના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા 3 યુવાનોના મોત

તાપીના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા 3 યુવાનોના મોત

0
Social Share

સુરત, 13 એપ્રિલ 2026: 3 youths die in head-on collision between two bikes  તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગામડી ગામ નજીક  પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર ત્રણ યુવકોના મોત ઘટના સ્થળે નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, તાપીના ઉચ્છલ-નિઝર હાઈવે પર ગામડી ગામ નજીક  પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર ત્રણ યુવકોના મોત ઘટના સ્થળે નિપજ્યા હતા. જ્યારે બાઈક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ તાપી જિલ્લાના રૂમકિતલાવ ગામના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વડપાડા ગામના ઋષિકેશ વળવી આ અકસ્માતમાં ભોગ બન્યા છે. જ્યારે એક યુવક વિનુ વળવી જે રૂમકિતલવનો રહેવાસી છે, તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ અધિકારીએ આ અકસ્માત અંગે જણાવ્યું હતું. કે,  વહેલી સવારે નિઝર તાલુકાના ગામડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. સાથે એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને બનાવને લઈને આગળની તપાસ ચાલુ છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code