1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં પાણી ભરાતા 33 લોકો ફસાયા
ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં પાણી ભરાતા 33 લોકો ફસાયા

ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં પાણી ભરાતા 33 લોકો ફસાયા

0
Social Share
  • બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ અને મામતલદાર પહોંચ્યા,
  • બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી થ ધરી,
  • નારી નજીક પ્લાસ્ટિક ઝોન GIDCમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યૂ

ભાવનગર: શહેર અને જિલ્લામાં બે દિવસમાં ભારે વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. ભાવનગર શહેર નજીક નારી ગામ પાસે આવેલા 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હોવાની માહિતી મળી છે. ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી. જે બાદ ગ્રામ્ય મામતલદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને બોટ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

નારી ગામં નજીક મીઠાના અગરમાં પાણી આવી જતાં 33 લોકો પાણીમાં ફસાયા છે. અગરમાં કામ માટે ગયેલા શ્રમિકો ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તંત્રને જાણ કરતા ફાયરની રેસ્ક્યૂ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે. એડમિલર સોલ્ટમાં 33 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે.

બીજી બાજુ, ભાવનગરના નારી ગામ નજીક આવેલા પ્લાસ્ટિક ઝોન GIDCમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર ફાયર અને વહીવટી તંત્રની ટીમે મોડી રાત્રે રેસ્ક્યૂ કરી 10 શ્રમિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઘેલો નદી અને કાળુભાર અને માલેશ્રીનું પાણી નારી GIDC સુધી આવી જતા પ્લાસ્ટિકના કારખાનામાં ફસાયેલા 10 શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પુરમાં ફસાયેલા વૃધ્ધનું જેસીબી દ્વારા રેસ્ક્યૂ કરાયું છે. નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળતા વૃદ્ધ બસ સ્ટોપમાં ફસાઇ ગયા હતા. વૃદ્ધને જેસીબીમા રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code