
સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાના 7 અદ્દભુત ફાયદા, અનેક બીમારીઓ દૂર થશે
તુલસીના પાનમાં ડાયેટરી ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન બી6 અને વિટામિન ડી જેવા પોશક તત્વો હોય છે, જે ઘણા પ્રકારની બીમારીઓ દૂર કરે છે.
તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે. સવારે તુલસીનું પાણી પીવાથી નેચરલ કિલર સેલ્સની પ્રવૃત્તિ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
તુલસીમાં રહેલ કેમ્પીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાં શરદી અને કફને ઘટાડી શકે છે. તુલસીના પાનનો રસ મધ અને આદુમાં ભેળવીને પીવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં આરામ મળે છે. તુલસીનું પાણીના આ લાભ પણ મળે છે.
તુલસીનું પાણી પીવાથી લોહીમાં લિપિડનું પ્રમાણ ઘટી શકે છે. ઇસ્કેમિયા અને સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. તેના હાઈ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને લીધે, તે હૃદય રોગની સારવાર અને બચાવમાં મદદ કરે છે.
તુલસીમાં ઓસિમુમોસાઈડ્સ A અને B સંયોજનો જોવા મળે છે, જે તણાવ ઘટાડે છે. તુલસીનું પાણી મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને બેલેંન્સ કરે છે. તુલસીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે સોજો અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરી શકે છે.
તુલસીમાંથી હર્બલ ટૂથપેસ્ટ બનાવી શકાય છે. તુલસીનું પાણી ખાલી પેટ પીવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. તેના સિવાય મોઢામાં પડેલા છાલાને મટાડવામાં મદદ કરે છે. આ ઓવરઓલ ઓરલ હેલ્થમાં મદદગાર થાય છે.
#TulsiBenefits#HolyBasil#TulsiHealth#NaturalImmunity#HerbalRemedies#TulsiTea#HolisticHealth#HerbalMedicine#TulsiForHealth#ImmunityBoost#NaturalWellness#TulsiWater#HerbalHealing#TulsiPower#AyurvedicMedicine#HealthTips#OrganicHealth#NaturalRemedies#TulsiLove#HealthyLiving