1. Home
  2. ગુજરાતી
  3. ICC ટેસ્ટ રેન્કીંગઃ વિરાટ કોહલી અને યશસ્વી જ્યવાલને થયો ફાયદો
ICC ટેસ્ટ રેન્કીંગઃ વિરાટ કોહલી અને યશસ્વી જ્યવાલને થયો ફાયદો

ICC ટેસ્ટ રેન્કીંગઃ વિરાટ કોહલી અને યશસ્વી જ્યવાલને થયો ફાયદો

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ICCની ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. જોકે, કેપ્ટન રોહિત શર્માને એક સ્થાનનું નુકસાન થયું છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કોહલી બે સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે યશસ્વી પણ ટોપ 10માં છે. યશસ્વી એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને પહોંચી ગયો છે. રોહિત છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. માન્ચેસ્ટરમાં શ્રીલંકા સામે સારા પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર યથાવત છે.

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 56 અને 32 રનની ઇનિંગ્સ રમનાર ઇંગ્લેન્ડનો હેરી બ્રુક ત્રણ સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને રોહિતને પાછળ છોડી દીધા છે. બાબર આઝમને ભારે નુકશાન થયું છે. બાબર ત્રીજા સ્થાનેથી સરકીને સીધો નવમાં સ્થાન ઉપર પહોંચ્યો છે. રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં તે નિષ્ફળ ગયો હતો. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન પ્રથમ ટેસ્ટમાં તેની સદીના કારણે સાત સ્થાન આગળ વધીને સંયુક્ત 10મા સ્થાને પહોંચી ગયો છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. બાંગ્લાદેશના મુશફિકુર રહીમને પણ સાત સ્થાનનો ફાયદો થયો છે અને તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 17મી રેન્કિંગમાં પહોંચી ગયો છે.

બોલરોની રેન્કિંગમાં ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટોચ પર છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા અનુક્રમે ત્રીજા અને સાતમા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ચાર સ્થાનના ફાયદા સાથે 16માં સ્થાને અને શ્રીલંકાની ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો 10 સ્થાનના ફાયદા સાથે 17માં સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ ચાર સ્થાનના ફાયદા સાથે 33મા સ્થાને અને ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સન ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને 42મા સ્થાને પહોંચી ગયો છે અને તેણે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. ઓલરાઉન્ડરોની યાદીમાં જાડેજા અને અશ્વિન ટોચના બે સ્થાન પર છે, જ્યારે અક્ષર પટેલ છઠ્ઠા સ્થાને છે.

#ICCTestRankings#CricketUpdates#ViratKohli#YashasviJaiswal#RohitSharma#TestCricket#CricketNews#PlayerRankings#CricketStats#RaviAshwin#JaspritBumrah#RavindraJadeja#CricketPerformance#ICC#CricketPlayers#CricketAnalysis#SportsRanking#CricketWorld#BatsmanRanking#BowlerRanking

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code