1. Home
  2. ગુજરાતી
  3. ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત
ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

0
Social Share
  • પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા,
  • વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં,
  • ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.  તેમજ આજે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 131 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ભરૂચમાં રવિવારની સાંજે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.જેમાં પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા.આ સમયે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા આઠ જેટલા લોકો ત્યાં ઢળી પડ્યા હતા.જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં શનિવારે રાત્રીના શરૂ થયેલા વરસાદે રવિવાર સાંજના પણ ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ચારેય તરફ પાણી જ પાણી કરી દીધુ હતું.આ સમયે પાલેજ તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા વરસાદથી બચવા ખાતર સાતથી આઠ લોકો વડના ઝાડના નીચે આશરો લઈને ઉભા રહી ગયા હતા.આ સમયે ગાજ વીજ સાથે વરસી રહેલા વરસાદ સાથે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો નીચે ઢળી પડ્યા હતાં.જેમાંથી ત્રણ લોકો થોડા સમય બાદ હોશમાં આવી ગયા હતા જ્યારે ત્રણ લોકો નહિ ઉઠતાં તેઓને તાત્કાલિક સારવાર હેઠળ પાલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે હબીબ અકબરભાઈ મલેક અને તેમનો પુત્ર શકીલ હબીબભાઈ મલેક અને ત્રીજા મનીષ સુરેશ ભાઈ વસાવાને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પાલેજ પીઆઈ આર. એમ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code