Homeગુજરાતીગુરુગ્રામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી, ચાર વ્યક્તિ થયા ભડથું

ગુરુગ્રામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી, ચાર વ્યક્તિ થયા ભડથું

હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર છે. સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં એક મકાનમાં આગ લાગી હતી. આગમાં ચાર લોકો જીવતા દાઝી ગયા હતા. તમામ મૃતકો કપડાની કંપનીમાં દરજીનું કામ કરતા હતા.

મળતી માહિતી મુજબ ગુરુગ્રામના સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં આગ લાગી હતી. આગના કારણે ચાર લોકોના મોત થયા હતા.

પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે તમામ લોકો ગારમેન્ટ કંપનીમાં દરજી તરીકે કામ કરતા હતા. તમામ મૂળ બિહારના છે. મૃત્યુ પામેલા લોકોમાં એક પરિણીત હતો. તેમની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર માટે ઘરે ગયા હતા.
મૃતકોની ઓળખ નૂર આલમ, મુસ્તાક, અમાન અને સાહિલ તરીકે થઈ છે. આ તમામ બિહારના રહેવાસી હતા. અહીં આ મકાનમાં ભાડેથી રહેતો હતો. આ તમામની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular