પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ-નિયંત્રણમાં ફેરફાર કરે: અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ દરમિયાન પનામા નહેર પર ચીનના વધતા પ્રભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ માંગ કરી છે કે પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ અને નિયંત્રણમાં ફેરફાર કરે.
અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું છે કે પનામાએ આ કરવું જ પડશે, નહીંતર અમેરિકા બંને દેશો વચ્ચેની સંધિ હેઠળ તેના અધિકારોનું રક્ષણ કરવા માટે વ્યાપક પગલાં લેશે. પનામા સિટીમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને પનામાના રાષ્ટ્રપતિ રાઉલ મુલિનો વચ્ચેની બેઠક બાદ આ ચેતવણી આપવામાં આવી છે. પનામાના રાષ્ટ્રપતિ મુલિનોએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને પનામા નહેર પર અમેરિકા દ્વારા કબજો કરવાનો કોઈ ખતરો દેખાતો નથી. રાષ્ટ્રપતિ મુલિનોએ કહ્યું કે તેમણે “ચીનના પ્રભાવ અંગે ટ્રમ્પની ચિંતાઓને દૂર કરવા માટે” આ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો.


