
જયપુરઃ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. હકીકતમાં, દેશનોક સ્ટેશન ખાસ કરીને સ્થાનિક સ્થાપત્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં કમાનો અને સુશોભન સ્તંભોનો સમાવેશ થાય છે. આ પહેલા પીએમ મોદીએ એક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનોક સ્થિત કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી મોદી દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૬ જિલ્લાઓમાં સ્થિત ૧૦૩ પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યુ. આ ઉપરાંત, તેઓ 26,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરના 1,300 થી વધુ રેલ્વે સ્ટેશનોને આધુનિક પરિવહન કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો છે જેમાં અદ્યતન મુસાફરોની સુવિધાઓ અને પ્રાદેશિક સ્થાપત્ય એકીકરણનો સમાવેશ થાય છે.
1,110 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરાયેલા 103 સ્ટેશનો 86 જિલ્લાઓમાં સ્થિત છે અને તેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્ય અને નાના સ્ટેશનોનો સમાવેશ થાય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના રેલ્વે સ્ટેશનોને વધુ સારી મુસાફરો સુવિધાઓ, દિવ્યાંગજનો માટે સુલભતા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ડિઝાઇન પૂરી પાડવા માટે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં જે AMRUT સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં આમગાંવ, ચંદા ફોર્ટ, ચિંચપોકલી, દેવલાલી, ધુલે, કેડગાંવ, લાસલગાંવ, લોનંદ જંક્શન, માટુંગા, મુર્તિઝાપુર જંક્શન, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈટવારી જંક્શન, પરેલ, સાવડા, શહાદ, વડાલા રોડનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં, બલરામપુર, બરેલી સિટી, બિજનૌર, ફતેહાબાદ, ગોલા ગોકરનાથ, ગોવર્ધન, ગોવિંદપુરી, હાથરસ સિટી, ઇદગાહ આગ્રા જંક્શન, ઇજ્જતનગર, કરચના, મૈલાની જંક્શન, પુખરાયન, રામઘાટ હોલ્ટ, સહારનપુર જંક્શન, સિદ્ધાર્થનગર, સ્વરાજ્યનગર, તમિલનાડુમાં ચિદમ્બરમ, કુલિતુરાઈ, મન્નારગુડી, પોલુર, સામલાપટ્ટી, શ્રીરંગમ, સેન્ટ થોમસ માઉન્ટ, તિરુવન્નામલાઈ, વૃધ્ધાચલમ જંક્શન જેવા સ્ટેશનો પણ અમૃત ભારત સ્ટેશન યોજનાનો ભાગ છે, જેનું ઉદ્ઘાટન પીએમ કરશે.