
નવી દિલ્હીઃ ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહારાનો પણ સમાવેશ થાય છે, જેમના માથા પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લાતેહાર પોલીસ સ્ટેશન હેઠળના જંગલોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ઝારખંડ પોલીસ દ્વારા સંયુક્ત નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન માઓવાદીઓથી અલગ થયેલા ઝારખંડ જન મુક્તિ પરિષદ (JJMP) ના વડા લોહારા અને તેમના સાથી માર્યા ગયા હતા હતા.
તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં પપ્પુ લોહારા, જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું અને પ્રભાત ગંઝુ, જેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું, તેને ઠાર મારવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે તે બંને ખતરનાક નક્સલી સંગઠન ઝારખંડ જન મુક્તિ પરિષદના નેતા હતા. જૂથનો બીજો એક ખતરનાક સભ્ય પણ ઘાયલ થયો છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક INSAS રાઇફલ મળી આવી છે.
પલામુના ડીઆઈજી વાયએસ રમેશે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. પોલીસે તેમના મૃતદેહ કબજે કર્યા છે. લોહારા અને તેના સાથીઓ જંગલમાં હોવાની માહિતી મળ્યા બાદ, લાતેહારના પોલીસ અધિક્ષક (એસપી) કુમાર ગૌરવના નેતૃત્વમાં સુરક્ષા કર્મચારીઓની એક ટીમે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે માઓવાદીઓએ સુરક્ષા કર્મચારીઓને જોતા જ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી ટીમે પણ વળતો પ્રહાર કર્યો હતા. આ એન્કાઉન્ટરમાં લોહારા અને અન્ય એક JJMP સભ્ય માર્યા ગયા હતા. તેની ઓળખ પ્રભાત ગંઝુ તરીકે થઈ છે.