1. Home
  2. ગુજરાતી
  3. ટોરેન્ટ ફાર્માએ નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 20% વધ્યો
ટોરેન્ટ ફાર્માએ નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 20% વધ્યો

ટોરેન્ટ ફાર્માએ નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 20% વધ્યો

0
Social Share

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”) એ આજે નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યાં.

આવક અને નફો:

  • આવક વાર્ષિક ધોરણે ૧૧ % વધીને ₹૩,૧૭૮ કરોડ રહી.
  • EBITDA આવક વાર્ષિક ધોરણે ૧૪% વધીને ₹૧,૦૩૨* કરોડ રહી
  • ગ્રોસ માર્જિન ૭૬%, Op. EBITDA માર્જિન: ૩૨.૫% રહ્યો.
  • *સંપાદન સંબંધિત ₹૧૫ કરોડના એક વખતનો ખર્ચ સમાવિષ્ટ છે. આ એક વખતના ખર્ચ માટે સમાયોજિત EBITDA ₹૧,૦૪૭ કરોડ છે, જેમાં ૩૨.૯% માર્જિન છે.
  • કર બાદ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૨૦% ના વધારા સાથે ₹૫૪૮ કરોડ થયો.

પ્રદર્શન સારાંશ: 

પરિણામ Q1 FY26 Q1 FY25 YoY%
Rs cr % Rs cr %
આવક ૩,૧૭૮   ૨,૮૫૯   ૧૧%
કુલ નફો ૨,૪૦૪ ૭૬% ૨,૧૬૫ ૭૬% ૧૧%
Op EBITDA ૧,૦૩૨ ૩૨% ૯૦૪ ૩૨% ૧૪%
PAT ૫૪૮ ૧૭% ૪૫૭ ૧૬% ૨૦%
R&D ખર્ચ ૧૫૭ ૫% ૧૩૫ ૫% ૧૬%

ભારત:

  • ફોકસ થેરાપીમાં શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ભારતમાં આવક ૧૧% વધીને ₹ ૧,૮૧૧ કરોડ રહી.
  • AIOCD સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ ૮% હતી.
  • ટોરેન્ટનો ક્રોનિક બિઝનેસ ૧૩% ના દરે વધ્યો જ્યારે IPM વૃદ્ધિ ૯% હતી
  • IPMમાં ટોચની ૫૦૦ બ્રાન્ડ્સમાં ટોરેન્ટની ૨૧ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૪ બ્રાન્ડ્સ રૂપિયા ૧૦૦ કરોડથી વધુ છે.

બ્રાઝિલ:

  • બ્રાઝિલની આવક ૧૧% વધીને ૨૧૮ કરોડ રૂપિયા રહી.
  • સતત ચલણની આવક ૧૬% વધીને R$ ૧૪૩ મિલિયન રહી.
  • IQVIA મુજબ ટોરેન્ટનો વૃદ્ધિ દર ૧૪% ટકા, જ્યારે બજારનો વૃદ્ધિ દર ૫% હતો.
  • ટોચની બ્રાન્ડના સારા પ્રદર્શન અને નવા લોન્ચના કારણે વૃદ્ધિ દરને વેગ મળ્યો.
  • ટોરેન્ટના નવા ૬૨ ઉત્પાદનોની મંજુરીની અરજી હાલમાં ANVISA સમક્ષ પડતર છે.

જર્મની:

  • જર્મનીની આવક ૯% વધીને ₹૩૦૮ કરોડ રહી.
  • સ્થિર ચલણ આવક ૧% ના વધારા સાથે ૩૨ મિલિયન યુરો રહી.
  • થર્ડ પાર્ટી સપ્લાયર તરફથી સપ્લાયમાં ઉભા થયેલ વિક્ષેપોના કારણે વૃદ્ધિ દર પ્રભાવીત થયો

અમેરિકા:

  • અમેરિકામાં કંપનીની આવક ૧૯% વધીને ₹૩૦૮ કરોડ રહી.
  • સતત ચલણની આવક ગત નાણાકીય વર્ષના પ્રથમ ક્વોર્ટરની તુલનામાં ૧૬% ના વધારા સાથે $ ૩૬ મિલિયન રહી. તાજેતરમાં કરાયેલ નવા ઉત્પાદનોના લોન્ચ દ્વારા અપેક્ષિત બજાર હિસ્સો સુનિશ્ચિત કર્યો.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code