વિજેતા ભારતીય મહિલા ટીમને સુરતના વેપારી અને સાંસદ જ્વેલરી તથા સોલર પેનલ્સ ભેટ આપશે
સુરતઃ એક દિવસીય ક્રિકેટમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ટીમને વિજય બાદ ભેટ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ તેમજ સાંસદ ગોવિંદ ધોળકિયાએ વિજયી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા દરેક ખેલાડીને નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટરૂપે આપવામાં આવશે.
આ સાથે તેમણે જણાવ્યું કે ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવાની જાહેરાત કરતાં કહ્યું છેકે આ સોલર પેનલને કારણએ તેઓ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરી શકે અને પર્યાવરણ પ્રત્યે સકારાત્મક યોગદાન આપી શકે.ગોવિંદ ધોળકિયાએ આ બાબતે બીસીસીઆઈ (BCCI) ને સત્તાવાર પત્ર લખી જાણ કરી છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gift Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Jewelry Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav mp News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Solar panels Surat Trader Taja Samachar viral news Winning Indian Women's Team


