1. Home
  2. ગુજરાતી
  3. ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો
ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો

ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો

0
Social Share

અમદાવાદ, ૧૭ નવેમ્બર ૨૦૨૫: વિવિધ રમત ગમતના ક્ષેત્રોમાં ઝડપથી ઉભરી રહેલા ભારતના આશાસ્પદ ખેલાડીઓ અને રમતગમતોને સર્વાંગી સહયોગ આપવાની પ્રતિબદ્ધતાને અનુરુપ અદાણી સમૂહ ઇન્ડિયન પિકલબોલ લીગ (IPBL)ની તેની ઉદ્ઘાટકીયઆવૃત્તિ માટે પાવર્ડ બાય પાર્ટનર તરીકે આ લીગના આયોજનમાં સામેલ થયો છે. દેશ ઝડપથી વિકસતી રમત માટે તેની પ્રથમ સત્તાવાર રાષ્ટ્રીય લીગનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ભારતમાં વધુ એક પિકલબોલ ટુર્નામેન્ટ માટે નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની અદાણી ઉદ્યોગ સમૂહની નીતિનો આ ભાગીદારી પૂરાવો છે.

ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ ઇન્ડિયન પિકલબોલ એસોસિએશન (IPA) દ્વારા મંજૂર કરાયેલ ભારતની એકમાત્ર રાષ્ટ્રીય પિકલબોલ લીગ( IPBL) તરીકે માન્યતા પ્રાપ્ત આ લીગ તા. ૧થી ૭ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે રમાનારી આ લીગ તા.૧લી ડિસેમ્બરથીઆરંભાશે. ફ્રેન્ચાઇઝી-આધારિત શહેરની ટીમો અને ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતવીરો ટેલિવિઝન અને આજના યુવા રમતગમત પ્રેમીઓને આકર્ષી શકે તેવા ઝડપી ગતિશીલ, સ્પર્ધાત્મક ફોર્મેટની  આ લીગમાં ભાગ લેશે.

વિશ્વભરમાં પિકલબોલની રમતમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે, આ સંગઠન ભારતમાં એક નવી સમકાલીન રમતગમતને અસ્ક્યામત બનાવવાના સહિયારા વિઝનને રેખાંકિત કરે છે. પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ્સ (એ ટાઇમ્સ ગ્રુપ કંપની) ના પ્રમુખ સમીર પાઠકે જણાવ્યું હતું કે અમે IPBL ની પ્રથમ સીઝન માટે પાવર્ડ બાય પાર્ટનર તરીકે અદાણી ગ્રુપને આવકારતા આનંદ અનુભવીએ છીએ. ભારતીય રમતોને વિકસાવવા માટેની ગૃપની લાંબા સમયથી રહેલી પ્રતિબદ્ધતા પિકલબોલને તે લાયક દૃશ્યતા અને માળખા સાથે સ્કેલ કરવાની અમારી મહત્વાકાંક્ષાને પૂર્ણ કરે છે. અમે સાથે મળીને રમતના રાષ્ટ્રીય પદચિહ્નને ઉન્નત કરવાનો અને પરિવર્તનશીલ લીગનો પાયો નાખવાનું લક્ષ્ય રાખીએ છીએ.

 અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેસરાએ ઉમેર્યું હતું કે, ઈન્ડિયન પિકલબોલ લીગને તેના આરંભિક સમયે સમર્થન આપવાનું અદાણી ગ્રુપને ગર્વ છે. પિકલબોલ ભારતની સૌથી ઝડપથી વિકસતી રમતોમાંની એક છે અને આ ભાગીદારી ઉભરતી પ્રતિભાને પોષવા અને રમતગમત માટે વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા અને ઉત્સુક્તા દર્શાવેછે. અમે માનીએ છીએ કે IPBL પાસે રાષ્ટ્રવ્યાપી કક્ષાએ વિકાસ કરવાની અને રમતવીરોની નવી પેઢીને પ્રેરણા આપવાની પ્રચંડ ક્ષમતા છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી ગ્રુપ ગ્રાસરુટ સિસ્ટમ્સ, એથ્લીટ ડેવલપમેન્ટ અને લાંબા ગાળાની સફળતાને સક્ષમ બનાવતા માળખાગત પ્લેટફોર્મ્સમાં રોકાણ કરીને ભારતના ખેલકૂદના રોડમેપને આકાર આપવામાં અભિન્ન ભૂમિકા ભજવવાનું હિમાયતી રહ્યું છે. IPBL સાથે પિકલબોલમાં સહયોગ આ દ્રષ્ટિકોણને વધુ દ્રઢ બનાવે છે, જેણે અમદાવાદની પિકલબોલ ઇકોસિસ્ટમને વિકસાવવામાં અદાણી સ્પોર્ટ્સલાઈનના ચાલુ યોગદાન થકી સમર્થન આપવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code