1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ
ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

0
Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે પાકિસ્તાનની સરહદ સાથે લાગતા દક્ષિણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિશાળ સૈન્ય અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. NOTAM મુજબ એરસ્પેસનું રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચીના એરસ્પેસ રૂટ્સની નજીક આવે છે. આ નોટમનો મુખ્ય હેતુ ભારતીય વાયુસેનાના એર ઓપરેશનલ ડ્રિલ્સને અંજૂમન આપવાનો છે. આ સમયગાળામાં પાકિસ્તાનના અનેક એર ટ્રાફિક રૂટ્સ પર સીધી અસર જોવા મળશે.

આ ડ્રિલ દરમિયાન લડાકૂ વિમાનો, સર્વેલન્સ પ્લેટફોર્મ્સ અને રેકી સિસ્ટમ્સ સક્રિય રહેશે. અધિકારીઓ જણાવે છે કે, આ અભ્યાસ પ્રાદેશિક સુરક્ષા, સ્ટ્રેટેજિક તૈયારી અને ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું છે. NOTAM એટલે Notice to Air Mission આ એક સત્તાવાર સૂચના છે, જે પાઈલટો, એર ટ્રાફિક કન્ટ્રોલ અને એરલાઈન ઓપરેટર્સને આપવામાં આવે છે. તેમાં હવાઈ માર્ગમાં થતા કોઈપણ મહત્વપૂર્ણ ફેરફાર, જોખમ, પ્રતિબંધ અથવા અસ્થાયી બદલાવ વિશે વિગતવાર માહિતી હોય છે, જેથી ફ્લાઇટ સલામત રીતે ઓપરેટ થઈ શકે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code