અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં પણ ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી મનાવાશે. અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, ઉત્તરાણ પર્વના આગમનને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે પવન પતંગરસિયાઓ માટે સાનુકૂળ રહેશે. અને પતંગરસિયાઓ મનભરીને પતંગોત્સવની મોજ માણી શકશે. પવનની ઝડપ સરેરાશ પ્રતિ કલાક 5 કિમીની રહેવાની શક્યતા છે.
ઉત્તરાયણના પર્વને એક દિવસ બાકી છે, ત્યારે પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે કે, પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે?. આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓએ ચિંતા કરવાની જરુર નથી. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરુરિયાત રહે છે. આ વખતે પવનની ગતિ સાનુકૂળ રહેતા પતંગબાજોને વધુ ઠુમકા લગાવવા નહીં પડે. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પવનની ગતિ 5 કિમીથી લઈ 10 કિમીની રહેશે. એટલે કે દિવસ દરમિયાન સામાન્ય પતંગ ચગાવવા માટે પતંગરસિકોએ નિરાશ થવું નહીં પડે.
હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ સામાન્ય અને પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે પતંગ ચગાવવા માટે પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની હોવી જરુરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે. અને પતંગ રસિયાઓ મનભરીને પતંગોત્સવ માણી શકશે.


