1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં વેસ્ટેજ કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, દુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા
સુરતમાં વેસ્ટેજ કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, દુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

સુરતમાં વેસ્ટેજ કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, દુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

0
Social Share

સુરત, 30 જાન્યુઆરી 2026: શહેર નજીક એકલેરા ચોકડી પાસે ગત મોડી રાત્રે વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. છેલ્લા 6 કલાકથી પાણીનો સતત મારો છતાંયે આગ પર કાબુ મેળવી શકાયો નહતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

આ બનાવની વિગત એવી છે કે, સુરત નજીક ડીંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા ત્રણ વિઘા જેટલા વિશાળ વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. ફાયરના કાફલાએ ત્વરિત દોડી જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયર બ્રિગેડને 6 કલાક બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતના ડીંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. ભેસ્તાન, ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતના સ્ટેશનો પરથી 5થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છેલ્લા 6 કલાકથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં આવી હતી. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે અંદાજે 50 ટકા જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠાર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code