Homeગુજરાતીગુજરાતનેપાળના પૂરમાં 18 ગુજરાતીઓ બન્યા લાપત્તા, સરકારે જાહેર કર્યો ઈમરજન્સી નંબર

નેપાળના પૂરમાં 18 ગુજરાતીઓ બન્યા લાપત્તા, સરકારે જાહેર કર્યો ઈમરજન્સી નંબર

અમદાવાદ, 28 ઓગસ્ટ, 2026 :  18 Gujaratis missing in Nepal floods  નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં 18 જેટલાં ગુજરાતી પણ લાપત્તા બન્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ પણ ફસાયેલા ગુજરાતીઓ અને દેશના અન્ય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓના અંદાજે ૧૨ જેટલા લોકો તેમજ એનઆરઆઈ ગુજરાતી મળીને કૂલ 18 જેટલો લોકો ગુમ હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

 સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાતના અને એનઆરજી મળીને કુલ 18 યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 18 લાપત્તા બનેલા ગુજરાતીઓમાં ન્યૂઝિલેન્ડમાં રહેતા અને મૂળ અમદાવાદનું દંપતી પણ સંપર્ક વિહોણું છે. તેમના પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતા. ત્યાંથી કૈલાશ માનસરોવર પહોંચ્યા પછી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

આ ઉંપરાંત ઓસ્ટ્રેલિયાથી નેપાળ ફરવા ગયેલા મૂળ અમદાવાદના ભાવિન રાવલ ગુમ છે. ભાવિન રાવલ સાથે તેમના ઓસ્ટ્રેલિયાથી આવેલા અન્ય બે મિત્રો પણ છે. પરિવારજનો સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ નેપાળમાં નેટવર્કની સમસ્યાને કારણે હજુ સુધી વાત થઈ શકી નથી. ગુરૂવારે ભાવિન રાવલનો જન્મદિવસ હતો,  ત્યારે પરિવારજનો માટે ચિંતા વધી છે. પરિવાર દ્વારા રાજ્ય સરકારની મદદની માંગવામાં આવી છે. ભાવિનની પત્ની હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે ત્યાંની ઇમિગ્રેશન ઓફિસને પણ સમગ્ર ઘટનાની જાણ કરી છે. પરિવારજનો અને મિત્રો ભાવિન સાથે સંપર્ક થવાની રાહ જોઈ રહ્યા છે.

અમેરિકામાં રહેતું આણંદનું એક દંપતી પણ સંપર્ક વિહોણું છે. બિમલ પટેલ અને તેમના પત્ની જૈમિના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં નેપાળ ફરવા ગયા હતા. નેપાળ પ્રવાસ બાદ બંને માનસરોવર યાત્રાએ રવાના થવાના હતા. ઘટના બની તે દિવસે બંને માન સરોવર યાત્રા માટે ચાઈનાના વિઝા લેવા એમ્બેસી પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, જે વિસ્તારમાં પૂર આવ્યું હતું, ત્યાં જ ચીનની એમ્બેસી આવેલી હતી. ગત રવિવારે બંનેએ પરિવાર સાથે વાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદથી બંનેનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય સતત નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ પણ ફસાયેલા ગુજરાતીઓ અને દેશના અન્ય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓના અંદાજે ૧૨ જેટલા લોકો ગુમ હોવાના અહેવાલ છે. જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પરિવારોએ તંત્રનો સંપર્ક કર્યો છે, તેમની વિગતોના આધારે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારે હેલ્પલાઈન નંબર: ૦૭૯-૨૩૨૫૧૯૦૦, ૯૯૭૮૪૦૫૩૦૪, ૧૦૭૦ જાહેર કર્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular