1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં નંદેસરીની એક ઓર્ગેનિક કંપનીમાં લાગી ભીષણ આગ
વડોદરામાં નંદેસરીની એક ઓર્ગેનિક કંપનીમાં લાગી ભીષણ આગ

વડોદરામાં નંદેસરીની એક ઓર્ગેનિક કંપનીમાં લાગી ભીષણ આગ

0
Social Share
  • ફાયરના જવાનોએ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી,
  • બનાવની જાણ થતાં કર્મચારીઓ બહાર નીકળી જતાં જાનહાની ટળી,
  • કંપનીમાં સોલવન્ટ ભરેલા ડ્રમને લીધે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું

વડોદરાઃ  શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો 10 જેટલા ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણી અને ફોમનો સતત મારો ચલાવી ત્રણ કલાકે આગ કાબૂમાં લીધી હતી.

આ બનાવની વિગત એવી છે. કે, વડોદરાના નંદેસરીમાં આવેલી પીએબી ઓર્ગેનિક કંપનીમાં આજે સવારે આગ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દાડીને બહાર નિકળી જતા કોઈ જાનહાની થઈ નથી. દરમિયાન કંપનીના પ્રોડક્શન વિભાગમાં સોલવન્ટ ભરેલા ડ્રમ હોવાને કારણે જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો 10 જેટલા ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આ આગના બે કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાઇ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે આસપાસની કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી.

ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના છેવાડે આવેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપની કેમિકલ ઇન્ટરમીડિયેટ અને ફાઇન કેમિકલ્સ સાથે સંકળાયેલું કાર્ય કરે છે. આજે સવારે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. દરમિયાન આ બનાવની જાણ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી ગયા હતા અને કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આગ કાબૂમાં ન આવતા વડોદરા ફાયર બ્રિગેડ, GSFC અને ગેઇલના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

સ્થાનિકો સુત્રોના જણાવ્યા અનુસાર, આગની ગંભીરતાને ધ્યાને રાખીને નજીકની કંપનીઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી છે. આગ લાગવાને પગલે વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા બે કિલોમીટર સુધી ફેલાયા હતા. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્કરોના સાયરનોથી ગૂંજી ઉઠ્યું હતું. ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબૂ મેળવવા પાણીનો મારો શરૂ કર્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક નંદેસરી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code