1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સ્કૂટર અને બાઈકની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો, 41 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદમાં સ્કૂટર અને બાઈકની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો, 41 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં સ્કૂટર અને બાઈકની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો, 41 ગુનાનો ભેદ ઉકેલાયો

0
Social Share

અમદાવાદ, 22 માર્ચ 2026: Vehicle thief caught શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસે સતર્ક બનીને વોચ ગોઠવી હતી. દરમિયાન શહેરના ઝોન-5 LCB દ્વારા એક મહત્વની સફળતા મળી છે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. રિઢો વાહનચોર એક્ટિવા સહિત સ્કૂટર અને બાઈકની ચોરી કરતો હતો.

શહેરના ઝોન-5 LCBના સૂત્રોના જણાવ્યા મુજબ ડીસીપીની સુચનાથી વાહનચોરીના બનાવો સામે પોલીસ સતર્ક બની હતી. અને રિઢા વાહનચોરને ઝડપી લેવામાં સફળતા મળી છે. વાહનચોર રિઢા આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો અને લોખંડના સળિયા વડે તેનું લોક તોડી નાખતો હતો.  નવાઈની વાત એ છે કે, આરોપી આ વાહનો વેચવા માટે નહીં પણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોરતો હતો. જ્યારે એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય, ત્યારે તે વાહનને બ્રિજ નીચે કે અવાવરુ જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દઈ બીજા વાહનની ચોરી કરતો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં અગાઉ તેના પર વાહન ચોરીના 8 અને લૂંટનો 1 ગુનો નોંધાયેલો છે. મેટ્રો સ્ટેશનો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ કેસમાં આખી કરતુત રેકોર્ડ થઈ હતી. ખાસ કરીને અમરાઈવાડી મેટ્રો સ્ટેશનના ફૂટેજને આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. હાલ પોલીસે કુલ 14 એક્ટિવા રિકવર કર્યા છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code