1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે
ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે

ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે

0
Social Share
  • મતદારો બે દિવસ દરમિયાન ફોર્મ જમા કરવી શકશે
  • 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો પરિવારના પુરાવા રજૂ કરી શકશે,
  • બે દિવસ તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પ યોજાશે

ભાવનગરઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યા છે. બીએલઓએ ઘેર ઘેર જઈને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મનું વિતરણ કર્યુ હતુ. હવે મતદારો પાસેથી ફોર્મ ભરીને પરત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા અભિયાન (SIR) હેઠળ તા. 29 અને 30 નવેમ્બરે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. મતદારો આ કેમ્પોમાં પોતાનાં ગણતરી પત્રક જમા કરાવી શકશે તેમજ 2002ની યાદીમાં નામ ન હોય તો જરૂરી પુરાવા સાથે પોતાની તથા પરિવારની વિગતો સુધારી શકશે. 29 નવેમ્બરે બપોરે 12થી 5 વાગ્યા અને 30 નવેમ્બરે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી જિલ્લાભરના વિવિધ સ્થળોએ આ કેમ્પો કાર્યરત રહેશે.

જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં તમામ વિધાનસભા મત વિસ્તારમાં તથા તાલુકાઓમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત તા.29 અને 30 નવેમ્બરનાં રોજ ખાસ કેમ્પોના આયોજન કરવામાં આવશે. જેમાં મતદારો પોતાના ગણતરી પત્રક જમા કરાવી શકશે તથા જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો સ્થળ પર પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના પુરાવા રજૂ કરી શકશે. આ કેમ્પનો સમય તા 29 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 5 કલાક સુધી અને તા. 30 નવેમ્બરના રોજ સવારે 10થી સાંજના 5 કલાક સુધી વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ 99-મહુવા મતવિસ્તાર માટે તાલુકા પંચાયત કચેરી મહુવા તથા તાલુકા સેવા સદન વડલી, મીટિંગ હોલ, મહુવા ખાતે તેમજ 100-તળાજા મતવિસ્તાર માટે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી તળાજા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.તેમજ 101-ગારીયાધાર મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ગારીયાધાર, મામલતદાર કચેરી જેસર તથા મામલતદાર કચેરી મહુવા ખાતે તેમજ 102-પાલીતાણા મતવિસ્તાર માટે મામલતદાર કચેરી પાલીતાણા, મામલતદાર કચેરી જેસર, મામલતદાર કચેરી શિહોર ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.

આ ઉપરાંત 103-ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય, મામલતદાર કચેરી શિહોર તથા મામલતદાર કચેરી ઘોઘા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. 104-ભાવનગર પૂર્વ મતવિસ્તાર માટે સીટી મામલતદાર કચેરી વિદ્યાનગર ભાવનગર અને ભૂતા રૂગનાથ સ્કૂલ કરચલિયા પરા ખાતે તથા 105-ભાવનગર પશ્ચિમ મતવિસ્તાર માટે સિટી મામલતદાર કચેરી ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code